Team VTV06:43 PM, 17 Nov 19
| Updated: 06:45 PM, 17 Nov 19
આતંકીઓએ ફરી એકવાર ટ્રક અને ડ્રાઈવરને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન આતંકીઓએ ટ્રકને આગ ચાંપી દીધી હતી. જો કે, ડ્રાઇવર અને તેના સહાયકને કોઈ નુકસાન થયું નથી.
જમ્મુ-કાશ્મીરમાં ફરી આતંકી હરકત
ત્રાલના અમીરાબાદ નજીક આતંકીઓએ ટ્રકને બનાવી નિશાન
નોંધનીય છે કે, ત્રાલના અમીરાબાદ ગામમાં શનિવારે રાત્રે આતંકવાદીઓએ એક ટ્રકને આગ ચાંપી દીધી હતી. આ કેસ અંગેની માહિતી મળતાની સાથે જ પોલીસ અને સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જોકે, હજુ સુધી આતંકીઓનો કોઈ ચાવી નથી મળી.
Jammu and Kashmir: A truck was set ablaze by terrorists late last night in Amirabad village of Tral. No casualties were reported. pic.twitter.com/w2I63oSvr5
આ પહેલા 14 નવેમ્બરના રોજ, સામાન્ય લોકોમાં ભય ફેલાવવા માટે કપડાની દુકાનદારને ત્રાલ બસ સ્ટેન્ડ પર આતંકીઓએ ગોળીથી ઠાર માર્યો હતો. મેહરાજુદ્દીન દુકાન નજીક ઉભો હતો ત્યારે બપોરના સાડા ત્રણ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી.
રાજકોટ મહાનગરપાલિકામાં રાજીનામાંનો સિલસિલો યથાવત છે. બાંધકામ શાખાના ઈજનેરે આપેલું રાજીનામુ મંજુર થયું છે. બાંધકામ શાખાના અધિકારી શશાંકકુમાર વસાવાએ જીનામુ આપ્યું છે. આ રાજીનામું...