અમદાવાદ / ટ્રકમાં ભૂંસાની બોરીમાં છુપાવેલો ૧૭ લાખનો ઈંગ્લિશ દારૂ ઝડપાયો

Truck Liquor Police Arrest

દારૂબંધીના કડક કાયદાના અમલીકરણ બાદ પણ શહેરમાં ઠેરઠેર દારૂ વેચાઇ રહ્યો છે. બુટલેગરો યેન કેન રીતે રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાંથી દારૂનો જથ્થો લાવીને વેચી રહ્યા છે. આ બુટલેગરોને રોકવા માટે લોકલ પોલીસ તેમજ ક્રાઇમ બ્રાંચ અને વિજિલન્સ સ્વોડની ટીમ એડી ચોટીનું જોર લગાવતી હોય છે પરંતુ કેટલાક લાંચિયા પોલીસ કર્મચારીઓના કારણે જોઇએ તેવી સફળતા મળતી નથી. ગઇ કાલે મોડી રાત્રે ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે નરોડા જીઇબી નજીક એક ટ્રકમાંથી ૧૭ લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે ટ્રકના ડ્રાઇવર, ક્લીનર સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ