બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / ટ્રકે સ્કૂટી સવાર બે યુવકોને કચડી નાખ્યા, એકનું મોત, છડે ચોક થયેલા અકસ્માત વીડિયો જોઈ કંપારી છૂટશે
Last Updated: 07:30 PM, 20 September 2024
રાયપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના રાયપુર ચોકમાં શુક્રવારે બપોરે એક ટ્રક ચાલકે સ્કૂટી સવાર યુવકને કચડી નાખ્યો હતો. અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એકને થોડી ઈજા થઈ હતી. ઘટનાસ્થળે હાજર લોકોએ તાત્કાલિક પોલીસને અકસ્માતની જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોર્ચરીમાં મોકલી આપ્યો હતો. તે જ સમયે અકસ્માત બાદ ચાલક ટ્રક સ્થળ પર છોડીને ફરાર થઈ ગયો હતો.
ADVERTISEMENT
देहरादून के रायपुर चौकर पर हादसा। कई बार ट्वीट किया कि यह बेहद व्यस्ततम चौहारा है उस पर इसके पास एक बड़ा स्कूल जहां बच्चों की आवाजाही होती है इसके बावजूद 24 घंटे बड़े ट्रकों की आवाजाही, जबकि यह कोई ट्रेड रूट भी नहीं। @DehradunPolice रफ्तार भरते डंपरों पर अब तो लगाम लगाइए pic.twitter.com/NY8bF2N7Gh
— Pankaj Kushwal (@PankajHimalaya) September 20, 2024
મળતી માહિતી અનુસાર દેહરાદૂનના નાથુવાલાનો રહેવાસી 28 વર્ષિય શિવંકર બહુગુણા તેના મિત્ર વિજેન્દ્ર રાવત સાથે સ્કૂટી પર રાયપુર તરફ જઈ રહ્યો હતો. જ્યાં રાયપુર ચોકડી પર રોડ ક્રોસ કરતી વખતે રાયપુર બાજુથી આવતી ટ્રકે તેને ટક્કર મારી હતી. જેમાં સ્કુટીની પાછળ બેઠેલા શિવંકર બહુગુણા ટ્રકની નીચે આવી ગયા હતા. જેના કારણે શિવાંકરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
ADVERTISEMENT
સીસીટીવી ફૂટેજ સામે આવ્યા
અકસ્માતમાં વિજેન્દ્ર રાવતને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ સ્થાનિક લોકોએ બંનેને ટ્રકની નીચેથી બહાર કાઢ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. બીજી તરફ અકસ્માતની માહિતી મળતાની સાથે જ રાયપુર પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને સિવાંકરના મૃતદેહનો કબજો લઈને તેને પોસ્ટ મોર્ટમ માટે મોર્ચરીમાં મોકલી આપ્યો હતો. બીજી તરફ સમગ્ર અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં સમગ્ર અકસ્માત કેદ થયો છે.
વધુ વાંચો : તિરૂપતિ બાલાજી મંદિરમાં લાડું પ્રસાદનું શું મહત્વ? ઈતિહાસ ભગવાનના હાથ સાથે જોડાયેલો
આ બાબતે રાયપુર પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ પ્રદીપ નેગીએ જણાવ્યુ હતું કે અકસ્માત બાદ ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે. પોલીસે સ્કૂટરને કચડી નાખનાર ટ્રકને પોતાના કબજામાં લીધી છે. હાલમાં મૃતકના પરિવારજનો તરફથી કોઈ ફરિયાદ આવી નથી. અકસ્માત અંગે પોલીસ દ્વારા આગોતરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.