બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં બેફામ ટ્રકચાલકે પોલીસવાન સહિત 4 વાહનોને લીધા અડફેટે, એકનું મોત, બે ઇજાગ્રસ્ત
Last Updated: 01:08 PM, 21 April 2025
સુરતમાં બેફામ ટ્રકચાલકે અનેક વાહનોને અડફેટે લેતા એકનું મોત થયું.. નવાગામ પાસે ટ્રકચાલકે 2 પોલીસ કર્મચારી સહિત 4 લોકોને લીધા અડફેટે લીધા હતા. ટ્રક ચાલકે પોલીસ વાન, NHAIની બોલેરો, અકસ્માતગ્રસ્ત પિકઅપ અને ટ્રેલરને અડફેટે લીધા હતા. અકસ્માતમાં પિકઅપ ચાલકનું મોત થયું છે.
ADVERTISEMENT
ઘટનાને વિગતે જોઇએ તો અહીં એક પિકઅપ વાન પલટી મારી ગઇ હતી.જેને લઇને ટ્રાફિક જામ થઇ જતા સુરત ટ્રાફિક પોલીસ અને NHAIની ટીમ ટ્રાફિક હળવો કરાવી રહી હતી.. તે દરમ્યાન ખુબજ સ્પીડમાં આવતી ટ્રકે ટ્રાફિક પોલીસની વાન, NHAIની બોલેરો, અકસ્માતગ્રસ્ત પિકઅપવાન અને અને ટ્રેલરને અડફેટે લીધા હતા. આ દુર્ઘટનામાં એકનું મોત થયું છે જ્યારે બે પોલીસકર્મીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
આ પણ વાંચોઃ હવેથી આ 6 રાજ્યોના વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા નહીં જઇ શકે, જેમાં છે ગુજરાતનો પણ સમાવેશ
ADVERTISEMENT
ટ્રકચાલક મીઠાથી ભરેલી ટ્રક લઇને મુંબઇથી દિલ્હી તરફ જઇ રહ્યો હતો, અને માર્ગમાં આ અકસ્માત સર્જાયો હતો.. અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો. જો કે પોલીસે ક્લિનરને ઝડપી લીધો હતો.
આવીજ એક ઘટના થોડા દિવસ પહેલા રાજકોટમાં ઘટી હતી. જ્યાં સીટી બસ ચાલકે બેફામ બસ હંકારી અનેક વાહનોને અડફેટે લીધા હતા. આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.