બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ પ્લેન ક્રેશનો કાટમાળ લઇ જઇ રહેલા ટ્રકનો પણ અકસ્માત
Last Updated: 04:44 PM, 22 June 2025
Ahmedabad Plane Crash Update : અમદાવાદમાં પ્લેન ક્રેશનો કાટમાળ લઈ જતા ટ્રકનો પણ અકસ્માત થયો હતો. ટ્રકમાં લઈ જવાઇ રહેલા પ્લેનના ટેલનો ભાગ (પ્લેનનું પુંછડું) ઝાડમાં ફસાઇ જતા આખો રોડ બંધ કરીને ટેલને કાઢવામાં આવી હતી. જેના માટે પોલીસ અને ફાયરની ટીમો કામે લાગી હતી. શાહીબાગ ડફનાળા નજીક ACB કચેરી સામેના ઝાડમાં ટ્રકમાં જઇ રહેલો પ્લેનનો પાછળનો ભાગ ફસાઇ ગયો હતો.
ADVERTISEMENT
ઘટના અંગે માહિતી મળતા જ ફાયર-પોલીસ ઘટના સ્થળે
ઘટના અંગે માહિતી મળતાની સાથે જ પોલીસ અને ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળ પર પહોંચી ગઇ હતી. ઘટના સ્થળ પર પહોંચીને કામગીરી શરૂ કરી હતી. શાહીબાગ ડફનાળાથી કેમ્પ હનુમાન મંદિર સુધીનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ઝાડની કેટલીક ડાળીઓ કાપવામાં આવી હતી. આ ઉપરાંત ટ્રકની પણ હવા ઓછી કરવામાં આવી હતી. જેથી ટ્રક થોડો નીચે થાય. આ પ્રકારે ભારે જહેમત બાદ ટેલને કાઢવામાં સફળતા મળી હતી. ફાયર વિભાગે ટેલના ભાગને સફળતાપૂર્વક હટાવી ત્યાંથી રવાના કરી દીધો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચો : એક સમયે મજબૂત સંબંધ ધરાવતા અમેરિકા-ઈરાન કેવી રીતે બન્યા 'કટ્ટર દુશ્મન'?, જાણો ઈતિહાસ
મહામહેનતે ટ્રકને રવાના કરવામાં આવ્યો
ADVERTISEMENT
અત્રે ઉલ્લેખનીય છે કે, 12 જુન 2025ના રોજ અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની ઘટના સમગ્ર વિશ્વને હચમચી ગયું હતું. આ ઘટનામાં 270થી વધુ લોકોના મોત થઇ ચુક્યા છે. આ ઉપરાંત તે જે હોસ્ટેલ સંકુલમાં પડ્યું ત્યાં પણ ડોક્ટર્સનાં મોત થઇ ચુક્યાં છે. એવિએશન હિસ્ટ્રીનાં અનેક ગંભીર અકસ્માતો પૈકીનો એક ગંભીર અકસ્માત છે. બોઇંગનું ખ્યાતનામ મોડલ 787-8 ડ્રીમલાઇનર પ્રકારનું આ પ્લેન હતું. જે વિશ્વનાં સૌથી પ્રતિષ્ઠિત અને સફળ મોડલ પૈકીનું એક મોડલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.