વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ભારતમાં વિકસિત કોવિડ રસી કોવૈક્સિનને ઈયૂએ આપવામાં વધારે મોડુ કરી રહ્યું છે.
WHOએ ભારત બાયોટેકને વધારે ટેક્નિકલ પ્રશ્નો મોકલ્યા
કોવૈક્સિનને ઈયૂએ આપવામાં વધારે મોડુ
વિદેશ યાત્રા કરવા માંગતા ભારતીયો અને વિદ્યાર્થીઓ પર પડશે અસર
કોવૈક્સિનને ઈયૂએ આપવામાં વધારે મોડુ
ભારતમાં કોવિશીલ્ડની સાથે કોવૈક્સીનની પહેલી વાર જાન્યુઆરમાં મહામારી સામે લડનારી રસીના રુપમાં આપવામાં આવી હતી. બીજી તરફ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ ભારતમાં વિકસિત કોવિડ રસી કોવૈક્સિનને ઈમરજન્સી ઉપયોગ પ્રાધિકરણ(ઈયૂએ)માં વધારે મોડુ કરી રહ્યું છે. એટલા માટે WHOએ ભારત બાયોટેકને વધારે ટેક્નિકલ પ્રશ્નો મોકલ્યા છે. આ વિલંબથી ભારતીયો, ખાસ કરીને વિદ્યાર્થીઓના આંતરરાષ્ટ્રીય પ્રવાસ યોજનાઓ પર અસર પડવાની શક્યતા છે.
WHOએ ભારત બાયોટેકને વધારે ટેક્નિકલ પ્રશ્નો મોકલ્યા
ઉલ્લેખનીય છે કે EUA વગર કોવેક્સિનને દુનિયાભરના મોટા ભાગના દેશોમાં તેને સ્વીકૃત રસી નથી માનવામાં આવતી. ભારત બાયોટેકનો દાવો છે કે તેણે તમામ જરુરી દસ્તાવેજો મોકલ્યા છે. તેમ છતાં WHOએ આ પ્રશ્નો મોકલ્યા છે. પહેલા સમાચાર આવ્યા હતા કે WHO જલ્દી આને મંજૂરી આપશે. પરંતુ હવે તેમાં મોડું થઈ રહ્યું છે.
અપ્રૂવલ માટે દસ્તાવેજો જમા કરવાની પ્રક્રિયા છે
એએનઆઈની રિપોર્ટ મુજબ સ્વાસ્થ્ય મંત્રાલયમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી ડો. ભારતી પ્રવીણ પવારે ગત શુક્રવારે કહ્યું હતુ , અપ્રૂવલ માટે દસ્તાવેજો જમા કરવાની પ્રક્રિયા છે. કોવૈક્સિનને WHO તરફથી ઈમરજન્સી ઉપયોગની મંજૂરી જલ્દી મળવાની આશા છે.
પોલે કહ્યું હતુ કે કોવૈક્સિન માટે WHOની મંજૂરી આ મહિનાના અંતની પહેલા આવવાની શક્યતા છે
આની પહેલા રસી પ્રશાસન પર રાષ્ટ્રીય વિશેષજ્ઞ ગ્રુપના અધ્યક્ષ ડો. વીકે પોલે કહ્યું હતુ કે કોવૈક્સિન માટે WHOની મંજૂરી આ મહિનાના અંતની પહેલા આવવાની શક્યતા છે. ભારત બાયોટેક મુજબ કોવૈક્સિનના ત્રીજા ચરણ માટે ક્લિનિકલ ટ્રાયલના 77.8 ટકાની અસરકારક્તાનું પ્રદર્શન કર્યુ હતુ.