બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:56 PM, 25 June 2024
ત્રયોદશ પક્ષ શરૂ થતાની સાથે જ પોતાની સાથે ઘણી બધી વસ્તુઓ લઈને આવે છે. ત્રયોદશ પક્ષ દ્વાપર યુગમાં મહાભારત કાળના સમયે આવ્યો હતો. શાસ્ત્રો અનુસાર અત્યારથી લગભગ 5200 વર્ષ પહેલા આ ત્રયોદશ પક્ષ પોતાની સાથે ખૂબ જ તબાહી, વિનાશ વગેરે લઈને આવ્યો હતો. જેમાં લાખોની સંખ્યામાં લોકોનો વિનાશ થયો હતો.
ADVERTISEMENT
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે કોઈ પક્ષમાં બે તિથિ ઘટી જાય છે તો તેને ત્રયોદશ પક્ષ કહેવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ત્રયોદશી પક્ષને અશુભ માનવામાં આવે છે. આ પક્ષમાં પ્રાકૃતિક આપદાઓ, લડાઈ ઝગડો અને વિનાશની સંભાવના વધારે હોય છે.
ADVERTISEMENT
સાથે જ ત્રયોદશ પક્ષમાં કોઈ પણ શુભ કાર્ય કરવામાં નથી આવતું. જ્યોતિષ અનુસાર અમુક ઉપાય એવા પણ છે જેને કરવાથી આ ત્યોદશ પક્ષનો દોષ સમાપ્ત થઈ જાય છે. ત્યાં જ કુંડળીમાં અમુક ભાવ એવા છે જે મજબૂત થવાથી આ પક્ષનો પ્રભાવ સકારાત્મક પડે છે.
રાખવી જોઈએ ખૂબ જ સાવધાની
ત્રયોદશી પક્ષનો દોષ સમાપ્ત કરવા અને કુંડળીના ભાવને મજબૂત કરવાથી આ પક્ષનો પ્રભાવ પુરો થઈ જાય છે. જે પક્ષમાં બે તિથિ ઘટી જાય છે તે ત્રયોદશી પક્ષ હોય છે. આ પક્ષમાં લોકોને ખૂબ જ સાવધાન અને સતર્ક રહીને જીવન પસાર કરવાની જરૂર હોય છે.
ત્રયોદશ પક્ષ અશુભ હોય છે. વર્ષ 2024ના ત્રયોદશ પક્ષમાં બે તિથિ ઘટવા પર આ પક્ષ ખૂબ જ વિનાશકારી છે. શાસ્ત્રો અનુસાર આ ત્રયોદશ પક્ષનો દોષ સમાપ્ત કરવા માટે વ્યક્તિને સત્કર્મ, સારી ભાવના, ઈમાનદારી અને ભગવાનની શરણમાં જઈને તેમની પૂજા કરવાથી ખાસ લાભ મળશે.
વધુ વાંચો: ઘટવાની જગ્યાએ એકાએક વજન વધવા લાગે છે! તો તમે પણ કરી રહ્યાં છો આ 5 ભૂલ
આમ કરવાથી તેનો દોષ સમાપ્ત થઈ જશે. સાથે જ શાસ્ત્રો અનુસાર જે જાતકોની કુંડળીના કેન્દ્રમાં ઉચ્ચ ગ્રહ બિરાજમાન છે અને તેમની કુંડળીમાં 1,4,7માં અને 10માં ભાવ મજબૂત હોય તો તેમને આ ત્રયોદશ પક્ષનો દોષ નહીં લાગે.
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ધર્મ / આ લોકોના નસીબમાં નથી હોતો પ્રેમ, કુંડળીમાં આ ગ્રહો અને યોગને કારણે દર વખતે તૂટી જાય છે દિલ!
Priyankka Triveddi
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.