બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:48 PM, 12 February 2025
આજના યુગમાં, સારી નોકરી મેળવવી એ પહેલા કરતાં વધુ મુશ્કેલ બની ગયુ છે. પરંતુ કલ્પના કરો, જો કોઈએ નોકરી મેળવવા માટે 100 થી વધુ સ્થળોએ અરજી કરવી પડે તો. બ્રિટનના સોફી વર્ડ સાથે આવું જ કંઈક બન્યું. તે સ્ટ્રેલિયામાં નોકરી શોધી રહી હતી, જ્યાં તેને ઘણી વખત રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો અને ઘણી જગ્યાએ તેના રેઝ્યૂમ પણ કસિંડરન કરવામાં આવ્યો. આખરે, જ્યારે તેને નોકરી મળી, ત્યારે તેણે 10 મિનિટની અંદર નોકરી છોડવી પડી.આવો જાણીએ સોફિયાને કેમ આવો નિર્ણય લેવો પડ્યો
ADVERTISEMENT
વધુ વાંચો: 'પતિનું પત્ની સાથે સૃષ્ટિ વિરૃદ્ધનું કૃત્ય કે દુષ્કર્મ ગુનો ન ગણાય', હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
10 મિનિટમાં નોકરી છોડવાનું વાસ્તવિક કારણ
ADVERTISEMENT
સોફીએ વીડિઓ શેર કરી અને કહ્યું કે જલ્દીથી નોકરી છોડી દીધી અને ત્યાં તેનું ટિફિન પણ ભૂલી ગઈ. ઘણા લોકો આ જાણીને આશ્ચર્યચકિત થયા અને તેઓએ સોફીને પૂછ્યું કે તે ફક્ત 10 મિનિટ જ ટકી શકે તેનું કારણ શું છે.
પહેલા સોફીએ આ વિશે કંઇ કહ્યું નહીં, પરંતુ પછીથી એક ઇન્ટરવ્યુમાં તેણે જાહેર કર્યું કે તેણે પહેલાં ક્યારેય બાળકો સાથે કામ કર્યું ન હતું. જ્યારે તે નવી નોકરી પર પહોંચી, ત્યારે તેણે ત્યાં 10 રડતા બાળકોને જોયા. આ દ્રશ્ય તેના માટે અસહ્ય હતુ અને તે ગભરાઈ ગઈ અને ત્યાંથી નીકળી ગઈ.
ઓસ્ટ્રેલિયામાં નોકરી મેળવવી મુશ્કેલ
સોફીએ કહ્યું કે તેણે ઓસ્ટ્રેલિયામાં નોકરી શોધવા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો. તેમણે, ઓનલાઇન, ઓફલાઇન અને સોશિયલ મીડિયા દ્વારા ઘણી કંપનીઓમાં અરજી કરી, પરંતુ તે ક્યાંય પણ સફળ થઈ નહીં. પરિસ્થિતિ એવી બની ગઈ કે એક મોટી કરિયાણાની દુકાન પણ તેને નોકરી આપવાની ના પાડી.
ઇન્ટરવ્યુ પછી પણ ન મળ્યો જવાબ
સોફીએ એમ પણ કહ્યું હતું કે ઘણી કંપનીઓએ ઇન્ટરવ્યુના ત્રણ રાઉન્ડ લીધા હતા, પરંતુ છેવટે કોઈ જવાબ આપ્યા વગર જ ગાયબ થઈ ગયા. એકવાર, તેને તેની વર્ક શીટ મોકવાનુ કહેવામાં આવ્યું, પરંતુ તે પછી પણ કંપની તરફથી કોઈ જવાબ મળ્યો નહીં.
ચાઇલ્ડકેરમાં કામ કરવાનો પ્રયાસ કર્યો
આખરે, તેણે ચાઇલ્ડકેર સેક્ટરમાં હાથ અજમાવવાનું નક્કી કર્યું, પરંતુ તે તેના માટે શક્ય નહોતુ. તેણીએ ત્યાં કામ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ 10 મિનિટની અંદર તે સમજી ગઈ કે તે આ કામ કરી શકશે નહીં
સૌથી રસપ્રદ બાબત એ હતી કે જ્યારે તે ઝડપથી ત્યાંથી નીકળી હતી, ત્યારે તે ત્યાં પણ તેના ટિફિનને ભૂલી ગઈ હતી. તે હસી પડી અને કહ્યું કે મને સૌથી વધારે ગુસ્સો એ વાતનો આવતો હતો કે મારા ટીફિનમાં રહેલા સ્પેટીગી ના ખાઇ શકી.પરંતુ હવે તમે પાછા જઇને ટિફિન લેવાની હિંમત મેળવી ન શકી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.