Trickster not only improves China, blames India again for current border dispute
કપટી ચાલ /
ચાલબાજ ચીન નહીં જ સુધરે, સીમા વિવાદ વિશે ભારતને દોષી તો ઠરાવ્યું જ ને માથે શિખામણ પણ આપી
Team VTV12:47 AM, 11 Dec 20
| Updated: 12:56 AM, 11 Dec 20
ચીનના વિદેશ મંત્રાલય અનુસાર બેઇજિંગ અને નવી દિલ્હી વચ્ચે સારા સંબંધોને બનાવાઈ રાખવા માટે બંને દેશો તરફથી પ્રયત્નો થવા જરૂરી છે.
ચીની વિદેશ મંત્રાલયે આપ્યું નિવેદન
ભારતના વિદેશ મંત્રીના નિવેદન સંદર્ભે આપી પ્રતિક્રિયા
ચીને ફરીથી સીમા વિવાદ માટે ભારતને જ દોષી ઠરાવ્યું
ચીની વિદેશ મંત્રાલય એ માન્યું હતું કે બંને દેશોને એક બીજા સાથેના સારા સંબંધોનો ફાયદો થશે, જો કે હાલમાં ચાલી રહેલા સીમા વિવાદનો સંપૂર્ણ દોષ ફરીથી એક વખત તેણે ભારતના માથે નાખી દીધો હતો. ચીની વિદેશ મંત્રાલયની પ્રવકતા હુઆ ચૂનયિંગે આ બાબતે ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરના નિવેદનને લઈને આ પ્રકારની પ્રતિક્રિયા આપી હતી.
ભારતીય વિદેશ મંત્રીએ આપ્યું હતું નિવેદન
નોંધનીય છે કે ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે ચીન એલએસી પર લઈને જે મોટી સંખ્યામાં સેનાની તૈનાતી કરી ચૂક્યું છે તેના પાંચ અલગ અલગ કારણો બતાવી ચૂક્યું છે, જેનાથી બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોને ગંભીર નુકસાન પહોંચ્યું છે.
હાલમાં જ ઓસ્ટ્રેલિયન થિન્કટેન્ક લોવી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આયોજિત એક ઓનલાઇન ડાયલોગ સમિટમાં તેમને આ વાત કહી હતી, પોરવી લદાખમાં ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા બોર્ડર સ્ટેન્ડઓફના સંદર્ભમાં તેમણે આ પ્રકારની વાત કહી હતી.
ભારત અને ચીન બંને એ સાથે કામ કરવું જોઈએ : ચીન વિદેશ મંત્રાલય
આ મામલે ચીની પ્રવકતા હુઆ ચુનયિંગે એક પ્રેસ બ્રિફીંગમાં કહ્યું હતું કે ચીન અને ભારત બંને પાડોશી દેશો છે અને દુનિયાના હાલ સૌથી મોટા ઉભરી રહેલા બજાર છે. તેવામાં સારા સંબંધોને લઈને બંને દેશોના મુખ્ય હિતોની પૂર્તિ થાય છે અને આ મામલે બંને દેશોના સહિયારા પ્રયત્નોની જરૂરિયાત છે.