બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / તમારા કામનું / WiFi કનેક્શન હોવા છતાં સ્લો ચાલી રહ્યું છે ઇન્ટરનેટ, તો ફોલો કરો આ ટિપ્સ સમસ્યા થઈ જશે દૂર

ટેક્નોલોજી / WiFi કનેક્શન હોવા છતાં સ્લો ચાલી રહ્યું છે ઇન્ટરનેટ, તો ફોલો કરો આ ટિપ્સ સમસ્યા થઈ જશે દૂર

Last Updated: 08:37 AM, 16 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Internet Connectivity: સારી ઇન્ટરનેટ ક્નેક્ટિવિટી અને હાઇ સ્પીડ ડેટા માટે મોટાભાગના લોકો ઘર અને ઓફિસમાં WiFi કનેક્શન લગાવે છે. પણ, ઘણી વખત તેમાં સ્પિડની સમસ્યા આવે છે જેને કારણે લોકો પરેશાન થઇ જાય છે. આપને ઝણાવી દઇએ કે ઘણી વખત, રાઉટરના ખોટી રીતના ઉપયોગને કારણે પણ આમ બને છે.

કોરોના કોલ પહેલા, વાઇ-ફાઇ કનેક્શન એટલે કે બ્રોડબેન્ડનો ઉપયોગ ફક્ત થોડા ઘરોમાં જ થતો હતો. પરંતુ, કોવિડની શરૂઆતથી, બ્રોડબેન્ડ ઇન્ટરનેટ કનેક્શન ઘણા વધુ ઘરોમાં પહોંચી ગયું છે. ધીમે ધીમે તે લગભગ બધા જ ઘરોમાં જરૂરી બની રહ્યું છે. Wi-Fi કનેક્શનનો સૌથી મોટો ફાયદો એ છે કે તે હાઇ સ્પીડ ઇન્ટરનેટ પ્રદાન કરે છે અને તમે અમર્યાદિત ડેટાનો પણ ઉપયોગ કરી શકો છો.

જો તમે Wi-Fi કનેક્શન લીધું છે અને તમને નેટવર્ક કનેક્ટિવિટી અથવા ધીમા ઇન્ટરનેટની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, તો તમારા માટે ઉપયોગી સમાચાર છે. જોકે બ્રોડબેન્ડ અને વાઇફાઇમાં કનેક્ટિવિટી સમસ્યાઓ ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ ક્યારેક આપણી ભૂલોને કારણે ડેટા સ્પીડ ધીમી થઈ જાય છે.

રાઉટરનું સ્થાન સુધારો

ઘણી વખત Wi-Fi ઇન્સ્ટોલેશન દરમિયાન, લોકો ગમે ત્યાં રાઉટર સેટઅપ કરાવે છે. જો તમારા ઘરમાં ઘણા લોકો રહે છે અને ઇન્ટરનેટનો ઉપયોગ અલગ અલગ જગ્યાએ થાય છે, તો તમારે રાઉટરને એક કેન્દ્રિય બિંદુ પર સેટ કરવું જોઈએ. આનાથી ઘરના દરેક ખૂણામાં નેટવર્ક કનેક્ટિવિટી સુનિશ્ચિત થશે.

બેન્ડ સેટિંગ્સ બદલો

તમને જણાવી દઈએ કે બ્રોડબેન્ડમાં વપરાતા મોટાભાગના રાઉટર્સ 5 GHz અને 2.4 GHz બેન્ડ પર કામ કરે છે. તેમનો યોગ્ય રીતે ઉપયોગ કરવા માટે આપણે તેમની વચ્ચેનો તફાવત સમજવાની જરૂર છે. 5 GHz બેન્ડમાં આપણને વધુ ઝડપી ગતિ મળે છે પરંતુ તેની રેન્જ ઓછી હોય છે. જ્યારે 2.4 GHz બેન્ડમાં, તમને વધુ રેન્જ અને ઓછી ડેટા સ્પીડ મળે છે. તેથી જો તમને રેન્જ કે સ્પીડની જરૂર હોય, તો તે મુજબ બેન્ડનો ઉપયોગ કરો.

રાઉટરની નજીક ઘણી બધી ધાતુની વસ્તુઓ ન રાખવી

ઘણી વખત લોકો રાઉટરને એવી જગ્યાએ રાખે છે જ્યાં ઘણી બધી ધાતુની વસ્તુઓ હોય છે. ધાતુની વસ્તુઓ રાઉટરમાં આવતા અને બહાર આવતા સિગ્નલોને નબળા પાડે છે. આના કારણે, ઇન્ટરનેટની ગતિ પણ ઘણી ઓછી થઈ જાય છે. જો તમે રાઉટર ટેબલ પર મૂક્યું હોય તો તમે સારી કનેક્ટિવિટી અને ઝડપ માટે વાયરનો પણ ઉપયોગ કરી શકો છો.

વધુ વાંચો : સ્માર્ટફોન ઓનલાઈન ખરીદવો કે ઓફલાઈન? જાણો કયો ઓપ્શન વધારે ફાયદાકારક

રાઉટરને રિસ્ટાર્ટ કરતાં રહો

ઘણી વખત લોકો રાઉટરને અઠવાડિયા સુધી સતત ચાલુ રાખે છે. જો તમે પણ આ ભૂલ કરી હોય, તો આના કારણે ડેટા સ્પીડ પણ ઘટી શકે છે. સારી કનેક્ટિવિટી અને ડેટા સ્પીડ માટે, રાઉટરને દર બે થી ત્રણ દિવસે એકવાર રીસ્ટાર્ટ કરવું આવશ્યક છે. રીસ્ટાર્ટ કરવાથી જૂનો ડેટા અને કેશ સાફ થાય છે અને સારી ગતિ મળે છે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

internet connectivity fix slow Wi-Fi internet speed
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ