બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ-મુંબઈ વચ્ચેની વંદે ભારત સ્લીપર ટ્રેનનો ટ્રાયલ રન સફળ રહ્યો, જુઓ Video, સાથે ખાસિયતો
Last Updated: 09:31 AM, 19 January 2025
હવે ટૂંક સમયમાં આધુનિક સુવિધાઓ સાથે વંદે ભારત સ્લીપર ટ્રેન દોડશે. આ ટ્રેનની ટ્રાયલ રન અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ વચ્ચે કરવામાં આવી હતી, જેણે 6 કલાક 21 મિનિટમાં મુસાફરી પૂરી કરી હતી. ટ્રેન સરેરાશ 130 કિલોમીટર પ્રતિ કલાક અને મહત્તમ 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી હતી. બુધવારે આ ટ્રેન અમદાવાદથી સવારે 7:30 વાગ્યે ઉપડી અને બપોરે 1:50 વાગ્યે મુંબઈ પહોંચી હતી. આ ટ્રેન મુંબઈથી બપોરે 2:45 વાગ્યે ઉપડી અને રાત્રે 9 વાગ્યે અમદાવાદ પહોંચી હતી.
ADVERTISEMENT
રાજસ્થાનમાં ટ્રાયલ રન કર્યા બાદ તેનું અમદાવાદમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું. શુક્રવારે, ટ્રેનને ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF) માં પરત મોકલવામાં આવી હતી, જ્યાં RDSO ની સૂચનાઓ અનુસાર ફેરફારો કરવામાં આવશે.ટ્રાયલ દરમિયાન ઓપરેટિંગ, ઇલેક્ટ્રિકલ, એન્જિનિયરિંગ, સિગ્નલ, ટેલિકોમ્યુનિકેશન અને મિકેનિકલ વિભાગના અધિકારીઓ સામેલ હતા. અદ્યતન સસ્પેન્શન સિસ્ટમ, પેસેન્જર સુવિધાઓ અને ટ્રેનના કોચની સુરક્ષા પ્રણાલીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
અમદાવાદ-મુંબઇ સ્લીપર વંદે ભારત ટ્રેનની ખાસિયત
-આ ટ્રેનમાં 16 કોચ છે
-તે 16 કોચની ટ્રેન છે, જેનું ઈન્ટિરિયર આકર્ષક છે.
-ટ્રેનમાં એક ફર્સ્ટ એસી કોચ, અને 4 સેકન્ડ એસી કોચ છે..
-ફર્સ્ટ એસી કોચમાં 24 સ્લીપર્સ છે
-સેકન્ડ એસી કોચમાં 48 સ્લીપર્સ
-થર્ડ એસીના કુલ 11 કોચ છે
-થર્ડ એસીના દરેક કોચમાં 67 સ્લીપર્સ
-દરેક કોચમાં 3 શૌચાલય, 1 કોચમાં સ્નાનની પણ સુવિધા
-ટ્રેનમાં સીટ નંબર અને માહિતી બ્રેઇલ લીપીમાં પણ ઉપલબ્ધ
-દિવ્યાંગો માટે વ્હિલચેર સાથે ત્યાં પહોંચી શકાય તેવા વિશેષ શૌચાલય
-એલાર્મ સિસ્ટમ અને સીસીટીવી
આ પણ વાંચોઃ અમદાવાદથી ડાયરેક્ટ પ્રયાગરાજ જતી ફ્લાઈટના ભાવમાં ઝીંકાયો તોતિંગ વધારો, ભાડું સાંભળીને ચોંકી જશો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.