બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / રાજકોટ / અન્ય જિલ્લા / સુરત / તમારા કામનું / લગ્નમાં ભાડાના કપડાનો ટ્રેન્ડ વધ્યો, 800 કરોડનું છે આ માર્કેટ, જાણો કેટલો છે ભાડાના કપડાનો ભાવ

ઓછા ખર્ચે જમાવટ / લગ્નમાં ભાડાના કપડાનો ટ્રેન્ડ વધ્યો, 800 કરોડનું છે આ માર્કેટ, જાણો કેટલો છે ભાડાના કપડાનો ભાવ

Nidhi Panchal

Last Updated: 05:53 PM, 21 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લગ્ન એ જીવનમાં એક મહત્વપૂર્ણ ઘટના છે, જે જીવનના માર્ગને બદલી નાખે છે. દરેક વ્યક્તિ પોતાના લગ્ન માટે અલગ-અલગ સપનાઓ જુએ છે.

પરંતુ આજે, લગ્નની તૈયારીમાં લાગતો ખર્ચ, ખાસ કરીને કપડામાં, અનેક લોકો માટે ચિંતાનો વિષય બની ગયો છે. આજના સમયમાં, લગ્નમાં માત્ર ધામધૂમ જ નહીં, પરંતુ કપડાઓનો પણ મોટો મહત્વ છે. હલ્દી, સંગીત, રિસેપ્શન, અને અન્ય પ્રસંગો માટે અલગ-અલગ ડિઝાઇનર કપડાઓની જરૂર પડે છે. સામાન્ય રીતે આ ટ્રેડીશનલ કપડા એક વખત પહેર્યા પછી બીજી વખત કોઇ પહેરતું નથી. જેના કારણે ખર્ચ સાર્થક થતો નથી. આ બાબતને ધ્યાનમાં રાખતા, તાજેતરના વર્ષોમાં કપડાં ભાડે લેવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે.

marriage1.jpg

લગ્ન પ્રસંગોમાં બદલાવ

છેલ્લા 3 વર્ષમાં, લગ્ન પ્રસંગે ભાડે કપડાં લેવાનું બજાર 400-800 કરોડ સુધી પહોંચ્યો છે. લોકો હવે એક જ કપડાં વારંવાર પહેરવા નથી માંગતા , તેથી તેઓ ભાડે કપડાં લેવાનું વધારે પસંદ કરી રહ્યા છે. વિવિધ વેબસાઇટ્સ અને એપ્લિકેશન્સને કારણે લોકો માટે ડિઝાઇનર કપડાં ભાડે મેળવવાનુ્ં સરળ બન્યું છે. વિવિધ પ્રસંગો જેમ કે હલ્દી, મેહન્દી, અને રિસેપ્શન માટે અનુકૂળ કપડાં પહેરવા એ હવે એક ટ્રેન્ડ બની ગયો છે. તો લગ્નથી લઇને કોઇ પણ સાધારણ પ્રસંગમાં પહેરવા માટે હવે રેન્ટ પર નવા ડિઝાઇનર કપડાં મળી રહેશે. તો કેમ વધ્યો છે આ ટ્રેન્ડ સાથે તમે પણ તમારા લગ્નની શેરવાની અથવા પાનેતર ભાડે કઇ રીતે આપી શકો છો? ચાલો જાણીએ.

છેલ્લા ત્રણ વર્ષથી લગ્ન માટે ભાડાના કપડાનો ટ્રેન્ડ વધ્યો

મહત્વનું છે કે રેન્ટલ ક્લોથિંગ માર્કેટ છેલ્લા ત્રણ વર્ષથી માત્ર અમદાવાદમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં ખીલી રહ્યું છે. ગુરુકુળ, અમદાવાદમાં લગ્નની ખરીદી માટેનો જાણીતો વિસ્તાર છે,જ્યાં લગભગ 25 દુકાનો છે જે ભાડેથી નવા ડિઝાઇનર લગ્નના કપડા આપે છે. આ વિસ્તારનો એક પ્રખ્યાત શોરૂમ, ધ હાઉસ ઓફ વસ્ત્ર વર્ષ 2018થી આ વ્યવસાયમાં છે. તેમના માલિક જય કાનાણીના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં, ભાડાના કપડાંની મર્યાદિત માંગ હતી; તે મુખ્યત્વે ગ્રામજનો અને જેઓ મોંઘા કપડા ખરીદી શકતા ન હતા તેઓ જ રેન્ટ પર લેતા હતા. જો કે, છેલ્લાં ત્રણ વર્ષોમાં, તેમાં પરિવર્તન આવ્યું છે, પ્રીમિયમ ડિઝાઇનર કપડા હવે ભાડે ઉપલબ્ધ છે. જેના કારણે, કપડાં પાછળ લાખોનો ખર્ચ કરી શકે તેવી વ્યક્તિઓ પણ હવે લગ્ન માટે ભાડે કપડા લેવાનું પસંદ કરી રહ્યા છે.

marriage2.jpg

જય કાનાણી ઉમેરે છે, 'આ બજાર હાલમાં 400 થી 800 કરોડની માર્કેટ ધરાવે છે, સાથે 70 થી 80 ટકા આ માર્કેટમાં તેજી આવી છે. તેનું એક માત્ર કારણ છે કે લોકો હવે એક જ કપડાં વારંવાર પહેરવાનું પસંદ કરતા નથી. વધુમાં, ડિઝાઇનર્સ હવે ભાડેથી નવી ડિઝાઇન કરેલી ચોલી અને શેરવાની આપી રહ્યા છે. એટલે દરેક પ્રસંગે નવા કપડા પહેરી શક્યા એટલે લોકો રેન્ટ પર લેવાનું વધારે પસંદ કરે છે. બીજી તરફ જેઓ તેમની ખરીદેલી ચોલી અથવા શેરવાનીને ભાડે આપવા ઈચ્છે છે તેઓ આપી શકે છે કારણ કે ડિઝાઇનર તેઓના કપડા તેમની જોડેથી અડધા ભાવમાં ખરીદી લે છે અને તેને ભાડે આપવા બદલ લગભગ 10 ટકા આપતા હોય છે.

ડૉન્ટ વરી! SMP_2

ભાડાના કપડાનો ભાવ શું છે?

જય કાનાણી જણાવે છે એ પ્રમાણે તેમના શોરૂમને 3,000 ભાડાના ઓર્ડર મળ્યા હતા, અને આ વર્ષની આગામી લગ્ન સિઝન માટે, 800 થી 900 ઓર્ડર પહેલેથી જ આપવામાં આવ્યા છે. કિંમતના સંદર્ભમાં, જો ખરીદી કરવામાં આવે તો વરરાજાના કપડાની કિંમત સામાન્ય રીતે શેરવાની દીઠ 25,000 થી 28,000 ની વચ્ચે હોય છે. જો કે, ભાડા માટે, સામાન્ય ડિઝાઇન વગરની શેરવાની, સાફા અને સમાન વસ્તુઓ માત્ર 5,000માં ભાડે આપી શકાય છે. પ્રીમિયમ ડિઝાઇન 10,000 થી 15,000 ની વચ્ચે ઉપલબ્ધ છે. બીજી તરફ, કન્યાના જોડાની કિંમત નિયમિત ડિઝાઇન માટે 10,000 અને પ્રીમિયમ વિકલ્પો માટે 15,000 આસપાસ છે.

ડૉન્ટ વરી! SMP_1

ભાડે કપડા લેનારનો અનુભવ

અમદાવાદના રહેવાસી જાન્વી સાંગવીના જણાવ્યા અનુસાર, તેમના એક મિત્રના લગ્નમાં દરેક ઇવેન્ટ માટે ચોલી અને જુદા જુદા ડિઝાઇનર કપડા ભાડે લીધાં હતા. તેમણે ઉલ્લેખ કર્યો છે એ પ્રમાણે ભૂતકાળમાં, આવા પ્રસંગો માટે નવા કપડાં ખરીદતા હતા, ત્યાર બાદ તે કપડા ભાગ્યે જ ફરીથી પહેરવામાં આવતા હતા. એટલે આ રેન્ટલ કપડાનું સાંભળીને જાન્વીએ એક વાર રેન્ટલ ક્લોથનો અનુભવ કર્યો. હવે તો જાન્વી દરેક પ્રસંગ માટે નવા ડિઝાઇનર કપડાં પહેરી શકે છે અને સોશિયલ મીડિયામાં પણ કોઇ કપડા રીપીટ થતા નથી.

વધુ વાંચો : દિવાળીના સમયે જો વેકેશન માટે નથી કરાવી ટિકીટ બુક તો કરાવી લો, નહીંતર વધી જશે ભાવ!

મહાનગરોમાં છે ખુબ મોટું માર્કેટ

VTV ન્યૂઝ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા જેવા શહેરોમાં વધુને વધુ લોકો કપડાં ભાડે રાખી રહ્યા છે. આ લાંબા સમયથી થઈ રહ્યું છે, અને મોટી પ્રખ્યાત બ્રાન્ડ પણ લોકોને તેમના મોંઘા કપડા ભાડે આપે છે. લગ્નની સિઝન આવી રહી હોવાથી, ઘણા લોકો અત્યારથી જ રેન્ટ પર બુક કરવાનું ચાલુ કરી દીધું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

weddings season rent cloth market gujarat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ