અમદાવાદ / કરુણા અભિયાન હેઠળ પક્ષીઓ બચાવવા NGO સાથે મળી કુલ 10 મુખ્ય સારવાર કેન્દ્ર ઉભા કરાયા

કરુણા અભિયાન હેઠળ પક્ષીઓ બચાવવા ટીમ તૈયાર થઇ ગઇ છે. અમદાવાદને ત્રણ ભાગમાં વહેંચી કામગીરી કરવામાં આવશે. NGO સાથે મળી કુલ 10 મુખ્ય સારવાર કેન્દ્ર ઉભા કરવામાં આવશે. 18 પ્રાથમિક સારવાર કેન્દ્ર અને 10 મોબાઈલ વાન તૈનાત રહશે. સમગ્ર શહેરમાં 68 કલેક્શન સેન્ટરો તૈયાર કરવામાં આવ્યાં છે. જેમાં 2100 સ્વયંસેવકો પક્ષી બચાવો અભિયાનમાં જોડાયા છે. આ ઘાયલ પક્ષી માટે હેલ્પલાઇન નંબર 7600009845, 7600009846 રહેશે. દોરાથી ઘાયલ થઈ કોઈપણ પક્ષી મૃત્યુ ન પામે એવો સૌનો લક્ષ્યાંક છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ