બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભાવનગર / ભાવનગરમાં TRB જવાનોએ ખિસ્સું ગરમ કર્યું! પાવતીને બદલે 400 લઈ આધેડને છોડી મૂક્યા, VIDEO વાયરલ
Last Updated: 12:08 AM, 15 November 2024
આપણે સૌ જાણીએ છીએ કે રાજ્યમાં મોટા-મોટા મહાનગરોમાં અનેકવાર ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઇવ હાથ ધરાતી હોય છે. જેમાં ટ્રાફિકના નિયમોના ભંગ કરનાર વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે ભાવનગર શહેરમાં એક TRB જવાનનો તોડ કરતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલની હાજરીમાં TRB જવાને રિસીપ્ટ આપ્યા વિના પૈસા લઈ રહ્યો છે.
ADVERTISEMENT
ભાવનગરમાં TRB જવાનોએ ખિસ્સું ગરમ કર્યું! પાવતીને બદલે 400 લઈ આધેડને છોડી મૂક્યા, VIDEO વાયરલ#bhavnagar #bhavnagarnews #bhavnagarpolice #trbpolice #bribe #stingvideo #viralvideo #vtvgujarati pic.twitter.com/k7Jof4k766
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) November 14, 2024
મળતી માહિતી પ્રમાણે આ વિડીયો ભાવનગરણા નીલમબાગનો છે. અહીં એક TRB જવાન ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ હાજર હોવા છતાં, વાહન ડિટેન કરવાના નામે 400 રૂપિયા લઈ લીધા અને રસીદ પણ ન આપી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોની VTV ગુજરાતી પુષ્ટિ નથી કરતું
ADVERTISEMENT
TRB જવાન એટલે શું ?
TRBનો અર્થ છે ટ્રાફિક બ્રિગેડ. તેમની ઓળખ અમદાવાદ સહિત અમુક જિલ્લાઓમાં 'ટ્રાફિક વોર્ડન' તરીકેની છે. TRB જવાનને પોલીસ ન કહી શકાય. ટ્રાફિક નિયમનમાં મદદરૂપ થાય તેને TRB જવાન કહેવાય છે.
TRBના જવાન પાસે ખરેખર કઈ સત્તા હોય છે?
ના TRB જવાન પાસે ટ્રાફિક પોલીસ જેવી સત્તા હોતી નથી. તેમની મુખ્ય કામગીરી ટ્રાફિક નિયમનની જ છે. અન્ય કોઈ જ સત્તા તેમની પાસે નથી.
TRB જવાન વાહનચાલકને રોકી દસ્તાવેજ માગી શકે?
ટ્રાફિક બ્રિગેડની કામગીરીમાં ચેકિંગ કે દસ્તાવેજ તપાસવાનું આવતું નથી. તેમનું કામ માત્ર ટ્રાફિકનું સંચાલન કરવાનું જ છે અને યાતાયાત સરળતાથી થઈ શકે એ જોવાનું છે.
TRB જવાન વાહન ચાલકને અટકાવી શકે ખરા?
ના. તમામ કામગીરી ટ્રાફિક શાખાના કર્મચારી જ છે. TRB જવાન કોઇની અટકાયત ન કરી શકે.
TRB જવાન મેમો બનાવી શકે ?
ના. તેમની પાસે એવી કોઈ સત્તા નથી. તેઓ વાહનચાલકને અટકાવી ન શકે તથા તેમની પાસેથી દસ્તાવેજ પણ ન માગી શકે. ચલણ આપવાની કે વાહનચાલકને અટકાવવાની કામગીરી ટ્રાફિક પોલીસની જ છે.
TRB જવાનની ગેર વર્તૂણકની ફરિયાદ ક્યાં કરી શકાય?
TRB જવાનની ફરિયાદ દરેક શહેરની ટ્રાફિક શાખામાં કરી શકાય છે. ટ્રાફિક DCP અને JCPને પણ ફરિયાદ કરી શકાય. આ ઉપરાંત, પોલીસ કમિશનર સમક્ષ પણ ફરિયાદ કરી શકાય.
TRB જવાનની ભરતી અને ડ્યૂટીની સમય મર્યાદા નક્કી હોય છે ?
TRB જવાનની 8 કલાકની રોજની ડ્યૂટી હોય છે તથા તેઓ અમદાવાદમાં થયેલ ભરતી મુજબ 3 વર્ષ ફરજ બજાવી શકે છે.
TRB જવાનનું વેતન કેટલું હોય ?
TRB જવાનને ચોક્કસ પગાર આપવામાં આવતો નથી. તેમને માનદ વેતન આપવામાં આવે છે જેમકે લગભગ 300 રૂપિયા પ્રતિ દિવસ.
વાહનના દસ્તાવેજ સાથે નથી તેવા સંજોગોમાં શું કરવું ?
વાહનોના દસ્તાવેજ હવે તામી તમારા મોબાઇલમાં જ સાચવી શકો છો. આ માટે Mparivahan ઍપ કે પછી digilocker ઍૅપમાં દસ્તાવેજ સાચવી શકાય.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
વૃદ્ધોને મળશે રાહત / ગુજરાતની આ મનપા વડીલો માટે શરૂ કરશે 'અવસર' યોજના, ઘરે બેઠા મળશે સેવાઓ
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ / મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન તો ટ્રેલર છે! રેલવે વધુ 7 રૂટ તૈયાર કરશે, જાણો સંપૂર્ણ વિગત
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.