ચાહકોએ ખેલની ભાવનાની જ મેચ જોવી જોઈએ નહીં કે વેરની ભાવનાથી. વર્લ્ડ કપની ફાઈનલમાં 137 રન કરીને ઓસ્ટ્રેલિયાને કપ અપાવનાર ટ્રેવિસ હેડના કિસ્સામાં ચાહકો ખેલની ભાવના ભૂલીને સાવ નીચી કક્ષાએ ઉતરી ગયા છે. ટ્વિટર પર ઈન્ડીયન ચાહકો ટ્રેવિસ હેડને તેની 1 વર્ષની દીકરીના રેપ અને મોતની ધમકીઓ આપી રહ્યાં છે. ગ્લેન મેક્સવેલની ભારતીય પત્ની વિની રમણનું એક ટ્વિટ વાયરલ થયું છે જેમાં લખાયું કે ઈન્ડીયન ફેન્સને હેડને તેની દીકરીના રેપ અને મર્ડરની ધમકીઓ આપી રહ્યાં છે. આ ખૂબ શોકિંગ છે.
Absolutely vile and shocking. Indian cricket fans giving r@pe threats to the wife and daughter of Travis Head after the WC win.
ઓસ્ટ્રેલિયાના ક્રિેકેટરો અને તેમની પત્નીઓ સાથે ગાળાગાળી
રવિવારે વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતની હાર બાદ ચાહકો ઓસ્ટ્રેલિયાના ક્રિેકેટરો અને તેમની પત્નીઓ સાથે ગાળાગાળી કરી રહ્યાં છે. ટીમ ઈન્ડીયાના સપોટર્સનું આ કૃત્ય હોવાનું વિની રમણ જણાવી રહ્યાં છે. વિની રમણે રવિવારની ફાઈનલ જોવા અમદાવાદમાં હાજર હતા.
Travis Head has a 1 year old daughter, she is getting rape and death threats from Indian Cricket fans on Instagram.
Glen Maxwell's wife Vini Raman has also shared about threats she is getting, most likely from Sanghis.
not everybody is like that, good people exist too. but so sorry on the behalf of some people who were posting such vulgar comments. pic.twitter.com/fi1lcsbTnl
વર્લ્ડ કપનો હીરો છે ઓસ્ટ્રેલિયાનો ટ્રેવિસ હેડ
ટ્રેવિસ હેડે રવિવારની ફાઈનલમાં 137 રન ફટકારીને દેશને વર્લ્ડ કપ અપાવ્યો હતો. ચાહકોનું માનવું છે કે ટ્રેવિસની ધમાકેદાર ઈનિંગને કારણે જ ભારત ફાઈનલમાં હાર્યું તેથી તેઓ ગાળાગાળી પર ઉતરી આવ્યાં છે.