બ્રેકિંગ ન્યુઝ
Ajit Jadeja
Last Updated: 11:07 PM, 23 April 2024
આ દુનિયામાં એવા અનેક લોકો છે જેમને ટ્રાવેલિંગ એટલો શોખ હોય છે કે તેમને પોતાની પ્રોપર્ટી વેચીને દુનિયાનો પ્રવાસ કર્યો છે. એવામાં એક ટ્રાવેલર મહિલા ચર્ચામાં આવી છે. જેને એવો ગજબનો કારનામો કરી બતાવ્યો છે કે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ છે. આ મહિલા માત્ર ત્રણ જ સેકન્ડમાં ત્રણ દેશમાં પહોંચી ગઈ હતી.
ADVERTISEMENT
ઈન્સ્ટાગ્રામમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહિલા ત્રણ જ સેકન્ડમાં ત્રણ દેશોની મુસાફરી કરતી જોવા મળી રહી છે. આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક મહિલા એવી જગ્યાએ ઉભી છે કે, જ્યાં ગોળ સીમેન્ટની જમીન છે. જ્યાં તે ત્રણ વખત છલાંગ લગાવે છે. જેમાં તે પહેલી છલાંગમાં બેલ્જિયમ પહોંચી ગઈ હતી. બીજી છલાંગમાં નેધરલેન્ડની સીમામાં પહોંચી ગઈ હતી. અને ત્રીજી છલાંગમાં જર્મનીમાં પહોંચી ગઈ હતી. આમ તેને ત્રણ જ સેકન્ડમાં ત્રણ દેશનો પ્રવાસ કરી દીધો હતો.
ADVERTISEMENT
આ વીડિયોને ઈન્સ્ટાગ્રામમાં roxonajourney એકાઉન્ટ પરથી શેર કરાયો છે. જેને અત્યાર સુધી 1.81 લાખ લાઈક્સ મળી ચૂકી છે, અને 4.5 મિલિયન લોકો આ વીડિયો જોઈ ચુક્યા છે.
આ વીડિયો પર અનેક પ્રતિક્રિયાઓ આવી છે. જેમાં એક યુઝરે લખ્યુ કે,ઈ.સ. 1816 થી 1920 દરમિયાન તમે જમ્પ મારીને 4 દેશનો પ્રવાસ કરી શકતા હતા, બીજા યુઝરે લખ્યુ કે આવુ નોર્થ અને સીઉથ કોરિયા વચ્ચે કરીને બતાવો. અન્ય યુઝરે પ્રતિક્રિયા આપી હતી કે, હવે ચાઈના, નોર્થ કોરિયા અને રશિયામાં આ વસ્તુ કરો.
ઉલ્લેખનીય છે કે, આ જગ્યા નેધરલેન્ડના લિમબર્ગ પ્રાંતમાં આવેલી છે. જ્યાં નેધરલેન્ડ, બેલ્જિયમ અને જર્મનીની સરહદો અડે છે. આ સરહદો ભારત - પાકિસ્તાન જેવી નથી. અહીંયા કોઈ તણાવ નથી હોતો. આ સ્થળ ટૂરિસ્ટોમાં ખૂબ પોપ્યુલર છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.