travel tips visit Mata Vaishno Devi do these 3 things online and get relief from climbing
ટ્રાવેલ ટ્રીપ /
નવરાત્રીમાં જઇ રહ્યાં છો વૈષ્ણોદેવી? તો ફટાફટ ઓનલાઇન કરો આ 3 કામ, વૃદ્ધ માતા-પિતાને મળશે ચઢાણની રાહત
Team VTV02:05 PM, 23 Mar 23
| Updated: 02:07 PM, 23 Mar 23
ચૈત્ર નવરાત્રીના અવસર પર ઘણા બધા લોકો માતા વૈષ્ણો દેવી જવાનું વિચારે છે. એવામાં મુસાફરીની સ્લિપથી લઈને ભૈરો મંદિર રોપવે સેવા સુધી જાણો મુસાફરીને સરળ બનાવવાના રસ્તાઓ.
ચૈત્રી નવરાત્રી પર લોકો જાય છે વૈષ્ણો દેવી
આ ટિપ્સથી તમારી મુસાફરી બનાવો સપળ
ફટાફટ ઓનલાઇન કરો આ 3 કામ
ચૈત્ર નવરાત્રીના શુભ અવસર પર ઘણા બધા લોકો માતા વૈષ્ણો દેવી જવા માંગે છે અથવા અહીં જવાની તૈયારીમાં છે. તેમને તે સમયે કટરાથી જ આખી યાત્રામાં ભારે ભીડ જોવા મળી શકે છે. એવામાં ભીડથી બચીને વગર સમય બગાડે જો તમે યાત્રા સરળ બનાવવા માંગો છો તોઆ ટિપ્સ ફોલો કરી શકો છો.
હકીકતે વૈષ્ણો દેવીની યાત્રા માટે શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડે ઘણી સુવિધાઓ આપી છે. જેના વિશે ઘણા ઓછા લોકો જાણે છે. સાથે જ તમને આખા પરિવાર માટે યાત્રાને સુખદ બનાવી શકો છો. કઈ રીતે આવો જાણીએ....
માતા વૈષ્ણો દેવી જતા પહેલા ઓનલાઈન કરી લો આ કામ
જતા પહેલા ઓનલાઈન ભરો યાત્રા સ્લિપ
ઓનલાઈન યાત્રા સ્લિપ કાઢવા માટે ઓફિશ્યલ વેબસાઈટ https://www.maavaishnodevi.org/ પર જાઓ પોતાનું પહેલું ઓનલાઈન યુઝર આઈડી અને પાસવર્ડ સેટ કરો. યાત્રા રજીસ્ટ્રેશન પર ક્લિક કરો.
હવે તમે કઈ તારીખે અહીં યાત્રા કરશો કેટલા લોકો છે અને બધા લોકોના આધાર નંબર અને નામ નાખીને યાત્રા સ્લિપ કાઢી લો. આ યાત્રા સ્લિપ, બાણ ગંગા અને ભવનમાં દર્શન પહેલા ચેક કરવામાં આવે છે.
2.50 વર્ષથી ઉપરના માતા-પિતા છે તો બુક કરો બેટરી કાર https://batterycar.maavaishnodevi.org/ પર જાઓ અને અહીં પોતાના માતા-પિતા માટે બેટરી કાર બુક કરી લો. આ સમયે તમને જાણકારી હોવી જોઈએ કે તમારા માતા-પિતાની ઉંમર 50 વર્ષની થઈ ગઈ છે ત્યારે જ આ બુક થઈ શકશે. જોકે ફાયદો એ છે કે માતા-પિતાની સાથે તમે વધારે બાળકો પણ જઈ શકે છે.
ઓનલાઈન બુક કરી લો વૈષ્ણો દેવીમાં રૂમ અને આરતી દર્શન
જો તમે માતાજીની આરતી જોવા માંગો છો તો તમે ઓનલાઈન આરતી દર્શન માટે બુકિંગ કરાવી શકો છો. તમે ઓફિશ્યલ વેબસાઈટ https://www.maavaishnodevi.org/ પર જઈને Room Booking અને Aartiમાં જઈને બુક કરી શકો છો.
વૈષ્ણો ભવનથી ભૈરવ મંદિર સુધી રોપવે સેવા
જણાવી દઈએ કે માતા વૈષ્ણો દેવીની 14 કિમીની ચડાઈ બાદ ભૈરવ મંદિર સુધી ચડીને જવુ ઘણી વખત અસંભવ લાગે છે. એવામાં તમે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી રોપવે સેવાની મદદ લઈ શકો છો અને બસ 2 મિનિટમાં ભવનથી ભૈરો મંદિર પહોંચી શકો છો.
અહીં આવવા માટે યાત્રીઓને બસ 80 રૂપિયાની ટિકિટ લાઈનમાં ઉભા રહીને લેવાની હોય છે. ધ્યાન રાખો કે રોપવે સેવા બસ સાંજે 5 વાગ્યા સુધી હોય છે. તો આ તમામ વસ્તુઓની મદદથી તમારી યાત્રા સરળ થઈ શકે છે.