બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / જૂના વાહનોથી થતા પ્રદૂષણ અટકાવવા ટ્રાન્સપોર્ટ વિભાગની મોટી જાહેરાત, થશે ટેક્સમાં ફાયદો
Last Updated: 08:58 AM, 21 April 2025
8 વર્ષ જૂના ટ્રાન્સપોર્ટ વાહનો સ્ક્રેપ કરાશે તો નવા વાહનની ખરીદીમાં ટેક્સ ડિસ્કાઉન્ટ આપવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે.. રાજ્યમાં વધતા પ્રદૂષણને અટકાવવા સરકારે આ જાહેરાત કરી છે. બસ,ટ્રક અને કન્સ્ટ્રક્શન કેટેગરીના જુના વાહનોની સંખ્યા ઘટાડી પ્રદુષણ પર નિયંત્રણ મેળવવાના હેતુથી આ નિર્ણય લેવાયો છે.
ADVERTISEMENT
જે વાહન ચાલક આ રીતે 8 વર્ષ જૂના ટ્રાન્સપોર્ટ વાહનને સ્ક્રેપ કરાવશે તેને નવા વાહનની ખરીદીમાં 15 ટકા ડિસ્કાઉન્ટ અપાશે. સરકારનું આ નોટિફિકેશન 1 મે 2025થી 30 એપ્રિલ 2026 સુધી અમલી રહેશે. નવા વાહન પર ડિસ્કાઉન્ટનો લાભ લેવા માટે વાહન ચાલકે રજિસ્ટર્ડ સ્ક્રેપ સેન્ટરમાં વાહન સ્ક્રેપ કરાવવાનું રહેશે.
આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતીઓની વ્હારે આવ્યા આર્મીના જવાનો, કરાવ્યો ચા-નાસ્તો, જાણો વર્તમાન સ્થિતિ
ADVERTISEMENT
આ નિયમ અંતર્ગત નોન ટ્રાન્સપોર્ટ વાહનોને 25 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.