બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Transfer of two IAS officers

ગાંધીનગર / ગુજરાતમાં IASની બદલીનો દોર યથાવત્, 2 અધિકારીઓનું થયું ટ્રાન્સફર, જુઓ ક્યાં

Dinesh

Last Updated: 11:05 PM, 8 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યના બે IAS અધિકારીને નવી જવાદારી સોંપાઈ છે, આઈ.એ.એસ બી.એમ.પ્રજાપતિને અધિક ઉદ્યોગ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે

  • બે આઈ.એ.એસ અધિકારીઓની બદલી
  • બી.એમ.પ્રજાપતિને અધિક ઉદ્યોગ કમિશનર બનાવાયા
  • બી.પી.ચૌહાણને અધિક સચિવ સામાન્ય વહીવટ વિભાગમાં મુકાયા


રાજ્યમાં આઈ.એ.એસ અધિકારીઓના બદલીના દોર યથાવત જોવા મળી રહ્યાં છે. આજે ફરી રાજ્યમાં બે આઈ.એ.એસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જેમાં આઈ.એ.એસ બી.પી.ચૌહાણને અધિક સચિવ સામાન્ય વહીવટ વિભાગમાં મુકાયા છે. બી.પી.ચૌહાણની ડાયરેક્ટર ઓફ શેડ્યુલ કાસ્ટથી બદલી કરાઈ છે. 

બે આઈ.એ.એસ અધિકારીઓ ની બદલી 
IAS અધિકારીઓના બદલીના દોરમાં વધુ બે અધિકારીઓની બદલી કરાઈ છે જેમાં આઈ.એ.એસ બી.પી.ચૌહાણને ડાયરેક્ટર ઓફ શેડ્યુલ કાસ્ટથી બદલી કરીને અધિક સચિવ સામાન્ય વહીવટ વિભાગમાં મુકાયા છે જ્યારે આઈ.એ.એસ બી.એમ.પ્રજાપતિને અધિક ઉદ્યોગ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે

જુઓ વિગતો...


IAS સોનલ મિશ્રાને કેન્દ્રમાં ડેપ્યુટશન મળ્યું હતું
થોડા દિવસ અગાઉ રાજ્યના ચાર અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ હતી જેમાં સોનલ મિશ્રા દિલ્હીમાં ડેપ્યુટશન પર મોકલાયા છે. સોનમ મિશ્રાને કેન્દ્ર સરકારમા સ્કિલ ડેવલપમેન્ટ વિભાગમાં જોઇન્ટ સેક્રેટરી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. જ્યારે મિલીન તોરવણેને કમિશનર ગ્રામીણ વિકાસમા બદલી કરવામાં આવી હતી જ્યારે મનોજ દાસ અધિક મુખ્ય સચિવ પંચાયતની વધારાની જવાબદારી અપાઈ હતી. સમીર વકીલ આઈઆરએસને સ્પેશ્યલ કમિશનર ઓફ સ્ટેટ ટેક્ષને ચીફ કમિશ્નર તરીકે વધારાનો હવાલો સોંપાયો હતો.

અગાઉ આ અધિકારીઓને બઢતી તેમજ વધારોનો હવાલો સોંપાયો હતો
થોડા દિવસ અગાઉ વિપુલ મિત્રા જીએનએફસીના ચેરમેન તરીકે નિમાયા હતા. ડી જે જાડેજા ચીફ ટાઉન પ્લાનર શહેરી વિકાસ વિભાગમાં નિયુક્ત કરવામાં આવ્યાં હતાં. ડૉ. વિપુલ ગર્ગને ડાંગ-આહવા કલેક્ટરનો વધારાનો હવાલો સોંપાયો હતો જ્યારે એ કે રાકેશને ગૃહ વિભાગનો એસીએસની જવાબદારી સોંપાઈ હતી. કમલ દયાણીને ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગનો એસીએસનો વધારાનો હવાલો આપવામાં આવ્યો હતો. સોનલ મિશ્રાને પંચાયત-ગ્રામિણ વિકાસનો વધારાનો હવાલો સોંપાયો હતો. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar news Gujarat IAS officers Transfers news IAS Transfer બે આઈએએસની બદલી Gujarat IAS officers Transfers
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ