બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:25 PM, 7 August 2024
રાજ્ય સરકાર દ્વારા બદલીઓનો દોર ચાલી રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે. આજ રોજ માહિતી પ્રસારણ વિભાગ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં માહિતી પ્રસારણ વિભાગના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં 10 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ઉપરાંત 4 અધિકારીઓને વધારાનો હવાલો સોંપવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
માહિતી પ્રસારણ વિભાગ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો
ADVERTISEMENT
અધિકારીઓની બદલી
પરિપત્ર મુજબ ન્યુઝ એન્ડ મીડિયા રિલેશન શાખા, ગાંધીનગરમાં ફરજ બજાવતા જીગર ખૂંટની વહીવટ શાખા, માહિતી નિયમક કચેરી, ગાંધીનગરમાં બદલી કરવામાં આવી છે. જીલ્લા માહિતી કચેરી ભવન ભાવનગરમાં ફરજ બજાવતા ચિંતન વી. રાવલની બદલી વિજ્ઞાપન શાખા, ગાંધીનગર ખાતે કરવામાં આવી છે.
ખેડા જિલ્લાના જિલ્લા માહિતી કચેરીમાં ફરજ બજાવતા નિત્યાબેન ત્રિવેદીની બદલી ગાંધીનગરના માહિતી નિયામક કચેરીના સોશિયલ મીડિયા શાખામાં કરવામાં આવી હતી. માનસી દેસાઇની વિજ્ઞાપન શાખા ગાંધીનગરમાંથી જિલ્લા માહિતી કચેરી નડિયાદ-ખેડા ખાતે કરવામાં આવી છે.
દાહોદ જિલ્લા માહિતી કચેરીના એસ.જે.બળેવિયાની બદલી જૂનાગઢ ખાતે કરવામાં આવી છે. જ્યારે પારૂલ મણિયાર જિલ્લા માહિતી કચેરીમાંથી જિલ્લા માહિતી કચેરી ગાંધીનગર ખાતે કરવામાં આવી છે. ગાંધીનગરના સોશિયલ મીડિયા શાખાના દેવેન્દ્ર વી. કડીયાની બદલી જિલ્લા માહિતી કચેરી સાબરકાંઠા ખાતે કરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લા માહિતી કચેરીના જયેશ જે. દવેની બદલી ગાંધીનગર પ્રકાશન શાખામાં કરવામાં આવી છે. પ્રશાંત ત્રિવેદીની જિલ્લા માહિતી કચેરી સુરેન્દ્રનગરમાંથી રાજકોટ ખાતે કરવામાં આવી હતી.
આ પણ વાંચો: 50 લાખ તિરંગાનું થશે વિતરણ, ચાર મહાનગરોમાં નીકળશે તિરંગા યાત્રા: હર્ષ સંઘવીએ જણાવ્યો સાપ્તાહિક પ્લાન
આટલા અધિકારીઓને વધારાના હવાલા
ચિંતન વી. રાવલ નાયબ માહિતી નિયામક ભાવનગરની બદલી થતાં નાયબ માહિતી નિયામક જિલ્લા માહિતી કચેરી ભાવનગરની ખાલી પડેલ જગ્યાનો વધારાનો હવાલો આર. એસ. ચૌહાણ સહાયક માહિતી નિયામક(સં) વર્ગ-૨ પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદને સોંપવામાં આવે છે. ભાવના સી. વસાવાની બદલી થતાં નાયબ માહિતી નિયામક ભરૂચની ખાલી પડેલ જગ્યાનો વધારાનો હવાલો એસ. આર. પટેલ, સહાયક માહિતી નિયામક(વ), વર્ગ-૨, જિલ્લા માહિતી કચેરી, ભરૂચને સોંપવામાં આવે છે. સોનલ બી. જોષીપુરા, સહાયક માહિતી નિયામક(સં), વર્ગ-૨, પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટને નાયબ માહિતી નિયામક, વર્ગ-૧, જિલ્લા માહિતી કચેરી, જામનગરનો વધારાનો હવાલો સોંપવામાં આવે છે. તેમજ દેવેન્દ્ર કડીયા, નાયબ માહિતી નિયામક, વર્ગ-૧ ને જિલ્લા માહિતી કચેરી, જામનગરના વધારાના હવાલામાંથી મુક્ત કરવામાં આવે છે. એસ.જે બળેવિયા, નાયબ માહિતી નિયામક, વર્ગ-૧, દાહોદની બદલી થતાં નાયબ માહિતી નિયામક, વર્ગ-૧, જિલ્લા માહિતી કચેરી, દાહોદની ખાલી પડેલ જગ્યાનો વધારાનો હવાલો શ્રી આર. એ. જેઠવા, સહાયક માહિતી નિયામક(સં), વર્ગ-૨, પ્રાદેશિક માહિતી કચેરી, વડોદરાને સોંપવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.