બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / transfer money to pension scheme through upi

તમારા કામનું / હવે પેન્શન સ્કીમમાં UPIથી પણ ટ્રાન્સફર કરી શકાશે પૈસા, બસ આ નિયમોનું રાખજો ખાસ ધ્યાન

Last Updated: 03:39 PM, 11 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે તમે તમારી સ્કીમમાં આપવામાં આવતુ કોન્ટ્રિબ્યુશન પોતાના મોબાઈલથી UPI દ્વારા પણ કરી શકો છો.

  • UPI દ્વારા કરો સ્કીમમાં કોન્ટ્રિબ્યુશન 
  • ઘરે બેઠા થઈ જશે ફટાફટ કામ 
  • નહીં રહે વધુ કોઈ ઝંઝટ 

જો તમે અટલ પેન્શન યોજના, નેશનલ પેન્શન યોજના જેવી કોઈપણ પેન્શન યોજનામાં રોકાણ કરો છો તો તમે UPI દ્વારા તમારી યોજનામાં આપવામાં આવતા કોન્ટ્રિબ્યૂશન પણ આપી શકો છો. અત્યાર સુધી પેન્શન યોજનાના સબ્સ્ક્રાઇબર્સને IMPS, NEFT, RTGS દ્વારા પેમેન્ટની સુવિધા મળતી હતી. 

પરંતુ આ વર્ષે PFRDAએ  (Pension Fund Regulatory and Development Authority) સબસ્ક્રાઇબર્સની સુવિધા માટે તેનું UPI હેન્ડલ શરૂ કર્યું છે, જેના દ્વારા તમે UPI ઍક્સેસ કરી શકો છો. તેનાથી તમે તમારી ચુકવણી કરી શકો છો NPS યોજના સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ માટે ચલાવવામાં આવે છે. જ્યારે APY અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ માટે છે. તમે આ પેન્શન યોજનાઓમાં UPI દ્વારા ચૂકવણી કરી શકો છો.

જાણો કઈ રીતે કરશો આ સર્વિસનો ઉપયોગ 
મહત્વનું છે કે PFRDA નું UPI હેન્ડલ છે - PFRDA.15digitVirtualAccount@axisbank. તમે તમારા પૈસા તે જ દિવસે ડી-રેમિટ દ્વારા સ્કીમમાં મૂકી શકો છો. PFRDA એ જણાવ્યું છે કે D Remit વર્ચ્યુઅલ એકાઉન્ટ એસોસિએટેડ પરમેનન્ટ એકાઉન્ટ નંબરથી અલગ હશે. એટલું જ નહીં તમે NPSમાં પૈસા ઉમેરવા માટે સબસ્ક્રાઇબર ઓટો ડેબિટ પણ સેટ કરી શકો છો. 

જો તેઓ દર મહિને, દર ત્રણ મહિને, છ મહિને અથવા વર્ષમાં તેમનું કેન્ટ્રિબ્યુશન જમા કરાવવા માંગતા હોય, તો તમે ઓટો ડેબિટની મંજૂરી આપી શકો છો અને નિયત તારીખે તેમના ખાતામાંથી નાણાં આપોઆપ કપાઈ જશે. તેમની પાસે તેમની એમાઉન્ટ અને ઓટો ડેબિટ ટાઈમલાઈન બદલવાનો વિકલ્પ પણ હશે. તે પોતાની સુવિધાના હિસાબથી પોતાનું ઓટો ડેબિટ ઈનેબલ અથવા પોઝ કરી શકશે. 

વર્ચ્યુઅલ એકાઉન્ટ નંબર બનાવવાની પ્રક્રિયા
પેન્શન સ્કીમમાં UPI દ્વારા પૈસા ઉમેરવા માટે તમારે વર્ચ્યુઅલ એકાઉન્ટ નંબર બનાવવો પડશે અને તે પછી તમે UPI પેમેન્ટ કરી શકો છો અને યોગદાન આપી શકો છો. જેના માટે તમારે સેન્ટ્રલ રેકોર્ડકીપિંગ એજન્સી સિસ્ટમ પર eNPS વેબસાઇટ પર લોગ ઇન કરવું પડશે. અહીં તમારે પરમેનન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટ નંબર ચકાસવા માટે તમારી વિગતો આપવી પડશે. 

આ પછી તમારા ઈમેલ આઈડી અથવા મોબાઈલ નંબર પર OTP આવશે. તેને એન્ટર કરવાનું રહેશે. તમને જણાવી દઈએ કે ટિયર-1 અથવા ટિયર-2, જેના માટે વર્ચ્યુઅલ એકાઉન્ટ બનાવવા છે. તેને પસંદ કરો અને તમારી કન્સેંટ આપો. હવે 'જનરેટ વર્ચ્યુઅલ એકાઉન્ટ' પર ક્લિક કરો અને રિક્વેસ્ટને ટ્રસ્ટી બેંકને ફોરવર્ડ કરો. તમારી રિક્વેસ્ટ માટે એક અકનોલેજમેન્ટ નંબર દેખાશે. વિવિધ સ્તરના પ્રકાર માટે અલગ નંબર જનરેટ કરવામાં આવશે. તેના UPI હેન્ડલમાં 15 ડિજિટનો વર્ચ્યુઅલ એકાઉન્ટ નંબર દાખલ કરો. પછી ફંડ મોકલવા માટે PFRDA.15digitVirtualAccount@axisbank દાખલ કરો.

આ નિયમને રાખો ધ્યાનમાં 
પેન્શન સ્કીમમાં UPIથી તમારું કોન્ટ્રિબ્યુશન દાખલ કરતા પહેલા તમારે આ નિયમ જાણવો જ જોઈએ. PFRDAએ જણાવ્યું છે કે આ પેમેન્ટ પદ્ધતિ દ્વારા સવારે 9:30 વાગ્યા પહેલા કરવામાં આવેલ કોન્ટ્રિબ્યુશનને તે જ દિવસે કરવામાં આવેલ રોકાણ તરીકે ગણવામાં આવશે. જો તમે સવારે 9:30 વાગ્યા પછી ચુકવણી ડન કરો છો તો તે સમય પછી પ્રાપ્ત કોન્ટ્રિબ્યુશનની ગણતરી બીજા દિવસના રોકાણમાં કરવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

UPI money transfer  pension scheme પેન્શન સ્કીમ UPI
Arohi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ