હાલ સુધી કોરોનાના રિપોર્ટ માટે એન્ટીજન અને આરટીપીસીઆર ટેસ્ટ માન્ય હતા. હવે દાવો કરાયો છે કે ટ્રેઈન્ડ ડોગ તમારા યૂરિનને સૂંઘીને જણાવશે કે તમને કોરોના છે કે નહીં.
સ્ટડીમાં કરાયો આ દાવો
કોરોનાની ઓળખમાં ટ્રેઈન્ડ ડોગ કરશે તમારી મદદ
તમારા યૂરિનને સૂંઘીને જણાવશે કે તમને કોરોના છે કે નહીં
હાલ સુધી કોરોના વાયરસની ઓળખ એન્ટીજન અને આરટીપીસીઆર ટેસ્ટની મદદથી થઈ રહી હતી. વૈજ્ઞાનિકોનો દાવો છે કે તેઓએ કેટલાક કૂતરાઓને ટ્રેનિંગ આપી છે જે તમારા પેશાબને સૂંઘીને તમને જણાવી દેશે કે તમને કોરોના છે કે નહીં. તેની યોગ્યતા પણ 96 ટકા રહેશે. એટલે કે હવે તમારે નાક અને મોઢામાં સ્વૈબ ટેસ્ટ કિટની સ્ટિક નહીં નંખાવવી પડે.
શું કહે છે સ્ટડી
યૂનિવર્સિટી ઓફ પેન્સિલલેનિયા સ્કૂલ ઓફ વેટરીનરી મેડિસીન વર્કિંગ ડોગ સેન્ટરના નિર્દેશકે કહ્યું કે હાલમાં કૂતરાની મદદથી ટેસ્ટ કરાવવાની પ્રેક્ટકલી શરૂઆત કરવાનું મુશ્કેલ છે કેમકે આ જીવ પર કામ કરનારી સંસ્થા પ્રશ્નો કરશે. કૂતરાની ખાસિયત હોય છે કે તે પેશાબ સૂંઘીને બતાવી દે છે કે કોઈ વ્યક્તિ પોઝિટિવ છે કે નેગેટિવ.
કૂતરાને હોય છે સ્મેલની પરખ
તેઓએ કહ્યું કે કૂતરા અલગ અલગ પ્રકારની સ્મેલ ઓળખી શકે છે. તે અલગ અલગ બીમારીની ગંધ ઓળખે છે. કોરોના વાયરસની ગંધ તો થૂંક અને પરસેવામાં પણ આવે છે જેને કૂતરા સરળતાથી ઓળખી લે છે. દુબઈ એરપોર્ટ પર કોરોના સંક્રમિતની ઓળખ માટે સ્નિફિંગ ડોગ્સની વ્યવસ્થા કરાઈ છે.
આ પ્રકારના કૂતરાને લઈને ચાલી રહ્યું છે સ્ટડી
મળતી માહિતી અનુસાર હાલ સુધી કોઈ માણસના પેશાબને સૂંઘીને કૂતરાએ તેના સંક્રમિત હોવાની જાણકારી આપી હોય તેવું બન્યું નથી. ટીમ પહેલા 8 લેબ્રાડોર રિટ્રીવર અને એક બેલ્જિયમ મેલિનોયને ટ્રેઈન્ડ કરી રહ્યા છે. તેમાં યૂનિવર્સલ ડિટેક્શન કમ્પાઉન્ડ સૂંઘાડાય છે. જ્યારે પણ ક્યાંયથી તેને સંબંધિત કોઈ પણ વસ્તુ પસાર થાય છે તો કૂતરા તેને તરત ઓળખી લે છે. જ્યારે તેઓ આ પ્રકારની ઓળખને ઓળખવા લાગશે ત્યારે કૂતરાને માણસના પેશાબની અલગ અલગ ગંધને માટે ટ્રેઈન્ડ કરાશે. 7 અલગ કોરોના સંક્રમિતના પેશાબના સેમ્પલ તેમને પ્રશિક્ષણ માટે આપવામાં આવ્યા છે. 7માંથી 5 વયસ્ક છે અને 2 બાળકો છે. આ સિવાય 6 નેગેટિવ બાળકોના સેમ્પલ પણ લેવાયા હતા. 2 અલગ અલગ જગ્યાએ એક તરફ સંક્રમિત નમૂના રખાયા અને બીજી તરફ નેગેટિવ નમૂના. પહેલા સેમ્પલ તેને પોતાની તરફ ખેંચતા હતા તો બીજા સેમ્પલ તેનું ધ્યાન ભટકાવી દેતા હતા. આ પેશાબના સેમ્પલ્સને વાયરસ મુક્ત કરવા ગરમ કરાતા કે પછી ડિર્ટજન્ટ મિક્સ કરીને તેને નિષ્ક્રિય કરી દેવાતા. જેથી કૂતરાને સંક્રમણ લાગે નહીં.
96 ટકા પોઝિટિવ રીઝલ્ટ આપે છે આ શોધ
શોધકર્તાઓએ જોયું કે 3 અઠવાડિયાની ટ્રેનિંગ બાદ કતરાની મદદથી 96 ટકા સાચું પરિણામની સાથે પેશાબના નમૂનાની મદદથી કોરોના પોઝિટિવ દર્દીની ઓળખ કરી શકાય છે. તેની વધારે સટીકતા 99 ટકા પણ રહી છે. તેમાંથી કેટલાક નેગેટિવ હતા અને કેટલાક લોકો સામાન્ય સંક્રમિત હતા પણ કૂતરાએ તેને ઓળખી લીધા હતા.
સ્ટડીમાં એમ પણ કહેવાયું છે કે આ રીતે વ્યક્તિના કોરોના સંક્રમિત હોવાની ઓળખ કરાય તે સારું તો નથી લાગતું પણ ભવિષ્યમાં આ રીત આવી શકે છે. ક્યારેક આ સ્મેલને લઈને કૂતરા પણ ભટકી જતા હોવાથી હજુ એક નવો ટી શર્ટ સ્ટડી પણ કરવામાં આવી રહ્યો છે. જેમાં કૂતરા કોરોના સંક્રમિત છે કે નહીં તેની ગંધ ઓળખશે અને અન્ય શર્ટને સૂંઘીને વેક્સીન લઈ લીધી હશે તેવા વ્યક્તિની ઓળખ પણ કરી શકશે.