train travel can also be done with platform ticket IRCTC know more about Indian railways platform ticket rules
અલ્યા આ નવું! /
શું તમને ખબર છે? હવે ટિકિટ વિના જ કરી શકો છો ટ્રેનથી મુસાફરી, રેલવેએ બનાવ્યો ખાસ નિયમ
Team VTV12:52 PM, 19 Aug 21
| Updated: 01:07 PM, 19 Aug 21
જો તમારી પાસે રિઝર્વેશન નથી તો તમે ફક્ત પ્લેટફોર્મ ટિકિટ લઈને ટ્રેનમાં ચઢી શકશો.
હવે ટિકિટ વગર પણ કરી શકશો ટ્રેનમાં મુસાફરી
પ્લેટફોર્મ ટિકિટ દ્વારા કરો મુસાફરી
રેલવેના આ નિયમ વિશે જાણો
જો તમે ટ્રેનની મુસાફરી કરો છો તો તમારા માટે એક ખુશખબર છે. તમને ક્યારેક અચાનક યાત્રા કરવી પડે અને તમારી પાસે ટિકિટ નથી તો ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે તમે વગર રિઝર્વેશને પણ મુસાફરી કરી શકશો. પહેલા આવી સ્થિતિમાં ફક્ત તત્કાલ ટિકિટનો જ વિકલ્પ હતો. પરંતુ તેમાં પણ ટિકિટ મળે તે જરૂરી ન હતું. એવામાં તમારે રેલવેનો એક ખાસ નિયમ જાણવો ખૂબ જરૂરી છે. આ સુવિધા હેઠળ તમે હવે તમે વગર રિઝર્વેશને પણ મુસાફરી કરી શકો છો.
પ્લેટફોર્મ ટિકિટ પર મુસાફરી
રેલવેના નિયમ અનુસાર જો તમારી પાસે રિઝર્વેશન નથી તો તમારે ટ્રનથી ક્યાય જવાની જરૂર નથી. તમે ફક્ત પ્લેટફોર્મ ટિકિટ લઈને ટ્રેનમાં ચઢી શકો છો. તમે ખૂબ સરળતાથી ટિકિટ ચેકર પાસે જઈને ટિકિટ લઈ શકો છો. આ નિયમ (Indian Railways Rules) રેલવેએ જ બનાવ્યો છે. તેના માટે તમારે પ્લેટફોર્મ ટિકિટ લઈને તરત TTEનો સંપર્ક કરવાનો રહેશે. પછી TTE તમને ટિકિટ આપી દેશે.
સીટ ખાલી ન હોવા પર આ રહેશે વિકલ્પ
ટ્રેનમાં સીટ ખાલી ન હોવા પર TTE તમને રિઝર્વ સીટ આપવીથી ઈનકાર કરી શકે છે પરંતુ યાત્રા કરવાથી ન રોકી શકે. જો તમારી પાસે રિઝર્વેશન નથી તો આવી સ્થિતિમાં યાત્રીએ 250 રૂપિયા પેનલ્ટી ચાર્જની સાથે પોતાની યાત્રાનું કુલ ભાડુ આપીને ટિકિટ બનાવી લેવાની રહેશે.