Train Ticket Booking Traveling in train is now even easier general tickets will be available on the railway station
ડિજિટલ ઇન્ડિયા /
હવેથી રેલવે સ્ટેશન પર બિલકુલ સરળતાથી મળી જશે જનરલ ટિકિટ! ટ્રેનમાં મુસાફરી કરવી બનશે આસાન
Team VTV09:16 AM, 24 Mar 23
| Updated: 09:39 AM, 24 Mar 23
રેલવે સ્ટેશન પર હવે ટિકિટ બુકિંગ કરવું વધારે સરળ થઈ જશે. રેલવામાં મોબાઈલ ટિકિટ મશીન લગાવવાની યોજના છે. આ માટે 27.74 કરોટના બજેટની જોગવાઈ કરવામાં આવી છે.
રેલવે પર ટિકિટ બુકિંગ કરવું થયુ સરળ
27.74 કરોટના બજેટની જોગવાઈ
મોબાઈલ ટિકિટ મશીન લગાવવાની યોજના
રેલવે સ્ટેશન પર હવે ટ્રેનની ટિકિટ બુકિંગ કરવી સરળ બની ગઈ છે. બજેટમાં ચાલતા ફરતા ટિકિટ મશીન માટે બજેટની જોગવાઈ કરવામાં આવી છે. આવતા નાણાકીય વર્ષમાં દેશના ભીડ વાળા સ્ટેશનો પર આ સુવિધા ઉપલબ્ધ કરાવવાની જોગવાઈ છે.
ડિજિટલ ઈન્ડિયા
રેલવે સતત યાત્રીઓની સુવિધા માટે ડિજિટલ ઈન્ડિયાનો સહારો લઈ રહી છે. આરક્ષણ ટિકિટ બુકિંગ કાઉન્ટર ઉપરાંત ઈ ટિકિટ અને એજન્ટ દ્વારા વેચાણ કરી રહ્યા છે. ઈ ટિકિટ અને એજન્ટથી ટિકિટ ખરીદવા પર યાત્રીઓના ભાડા ઉપરાંત વધારે રાશિની ચુકવણી કરવાની હોય છે.
આ રીતે જનરલ ટિકિટ કાઉન્ટર ઉપરાંત સ્ટેશન પરિસર પર ટિકિટ વેંડિંગ મશીન લગાવવામાં આવ્યા છે. વેડિંગ મશીનથી ટિકિટ લેવા માટે અલગ કાર્ડ બનાવવાના હોય છે. પરિસરની બહાર જનરલ ટિકિટના એજન્ટ તૈનાત કરવામાં આવ્યા છે. અહીંથી ટિકિટ લેવા પર યાત્રીઓને બે રૂપિયા પ્રતિ ટિકિટ વધારે આપવાનું હોય છે. આજ કારણે બુકિંગ કાઉન્ટર પર ભીડ લાગે છે.
બે મિનટમાં મળી જશે ટિકિટ
રેલવેની યોજના છે કે યાત્રીઓને પાંચ મિનિટથી ઓછા સમયમાં ટિકિટ મળી શકે. લાંબી લાઈન હોવાના કારણે યાત્રી વગર ટિકિટે જ ટ્રેનોમાં મુસાફરી કરે છે. રેલવે ટિકિટ વગર યાત્રીઓને રોકવા માટે પ્રયાસ કરી રહી છે.
ચાલતી-ફરતી ટિકિટ મશીન
નાણાકીય વર્ષ 2023-24 માટે આજના બજેટ માટે પિંક બુક જાહેર કરવામાં આવી છે. જેમાં ઉત્તર રેલવેમાં ચાલતી ફરતી ટિકિટ મશીન લગાવવા માટે યોજના છે. આ માટે 27.74 કરોડ રૂપિયાના બજેટની જોગવાઈ કરવામાં આવી છે. તેના હેઠળ મુરાદાબાદ રેલ મંડળને પણ મશીન ઉપલબ્ધ કરાવવામાં આવશે.