train hostess of Tejas Express is worried about taking selfie and video of passengers
વ્યથા /
તેજસ એક્સપ્રેસની રેલ હોસ્ટેસ યાત્રીઓની આ બાબતને કારણે થઇ પરેશાન
Team VTV07:47 PM, 19 Oct 19
| Updated: 07:48 PM, 19 Oct 19
નવી આવેલી તેજસ એક્સપ્રેસના દરવાજાઓ પર આત્મવિશ્વાસથી છલકાતી યુવતીઓ સ્વાગત માટે હાથ જોડીને ઉભેલી હોય છે. ઉતાવળા યાત્રીઓ સેલ્ફી અને વીડીયો ઉતારવા માટે તેમને ઘેરી લે છે. તેમની પરવાનગી વગર મોબાઇલ કેમેરા ક્લીક થતા રહે છે અને તેઓ અસહજતા અનુભવવા છતા પણ ચહેરા પર સ્માઇલ ટકાવી રાખે છે. આ નજારો દિલ્હી રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નં 9 પર જોવા મળે છે. અહીં તેજસ એક્સપ્રેસ લખનઉ રવાના થવા માટે તૈયાર હોય છે.
તેજસ એક્સપ્રેસની રેલ હોસ્ટેસ પરેશાન
ઉતાવળા યાત્રીઓ લઇ રહ્યા છે સેલ્ફી અને વીડિયો
કાળા પીળા રંગના ચસોચસ વસ્ત્રોમાં ઉભેલી આ ભારતીય છોકરીઓ આ પહેલી પ્રાઇવેટ ટ્રેનની હોસ્ટેસ છે. તાજેતરમાં શરુ થયેલી તેજસ એક્સપ્રેસનું સંચાલન ભારતીય રેલવેની ખાનગી કંપની આઇઆરસીટીસીના હાથમાં છે. આ રેલ સેવાને ભારતની પહેલી ખાનગી કે કોર્પોરેટ સેવા પણ કહેવાય છે.
કોમર્શિયલ રીતે ચલાવવામાં આવે છે ટ્રેન
IRCTC એ તેજસને રેલ્વે પાસેથી લીઝ પર લીધુ છે અને તેને કોમર્શિયલ રીતે ચલાવવામાં આવે છે. આઇઆરસીટીસી અધિકારી તેને પ્રાઇવેટના બદલે કોર્પોરેટ ટ્રેન કહે છે. આ ફાસ્ટ
સ્પીડવાળી ટ્રેન આધુનિક સુવિધાઓ ધરાવે છે. તે દેશની રાજધાનીથી ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉ વચ્ચે 511 કિલોમીટરના સફરને 6.30 કલાકમાં પુરો કરે છે. આમ તો આ ટ્રેનમાં ઘણી ખાસ વાતો છે, પરંતુ સૌથી ખાસ વાત તેની ટ્રેન હોસ્ટેસ છે.
તેજસ ટ્રેનની રેલ હોસ્ટેસ
પ્લેનની જેમ રેલ્વેમાં પણ તહેનાત કરાઇ હોસ્ટેસ
ભારતમાં પહેલીવાર એવુ બન્યુ છે કે પ્લેનની જેમ રેલ્વેમાં પણ હોસ્ટેસ તહેનાત કરવામાં આવી છે. તેથી યાત્રીઓમાં તેના પ્રત્યે જિજ્ઞાસા અને આકર્ષણ જોવા મળે છે. તેજસ એક્સપ્રેસમાં તહેનાત આ હોસ્ટેસનુ કામ યાત્રિઓની ખાણીપીણી અને અન્ય સુવિધા તેમજ સુરક્ષાનું ધ્યાન રાખવાનું છે.
ઉત્સાહિત છોકરીઓ
રેલ હોસ્ટેસ તરીકે કામ કરતી છોકરીઓ ઉત્સાહિત પણ છે. ચહેરા પર સ્માઇલ સાથે તે કહે છે કે અમને દેશની પહેલી પ્રાઇવેટ ટ્રેન તેજસમાં કામ કરવાનું ગર્વ છે. અમે ભારતની પહેલી મહિલાઓ છીએ જે ટ્રેનમાં હોસ્ટેસ છીએ. અમને લાગે છે કે અમે અમારુ સપનું જીવી રહ્યા છીએ. અમે રોજ નવા યાત્રીઓને મળીએ છીએ તેમની સાથે વાતો કરીએ થીએ. તેજસ એક્સપ્રેસના 10 ડબ્બામાં કુલ 20 રેલ હોસ્ટેસ તહેનાત છે.