બ્રેકિંગ ન્યુઝ
VTV / Train Accident Government Officials Became Emotional After Listening To Deceased Laborer Deepak Father
Bhushita
Last Updated: 02:44 PM, 18 May 2020
ADVERTISEMENT
જ્યારે અધિકારીઓએ પરિવારને વળતરની રકમ આપવાનું શરૂ કર્યું, ત્યારે એક ક્ષણે બધાને ભાવુક કર્યા. મૃતક મજૂર દીપકના પરિવારે અધિકારીઓને કહ્યું, "સાહેબ, પૈસાથી અમે શું કરીશું." દીપકનું એકમાત્ર સંતાન તેની નિશાની છે. તેને ભણાવો અને નોકરી અપાવો, જેથી તે મજૂર ન બને. અધિકારીઓ પણ તેમના સબંધીઓની વાત સાંભળીને ભાવુક થઈ ગયા.
ADVERTISEMENT
દોઢ વર્ષનો છે દીકરો
અંતિમ સંસ્કાર બાદ રવિવારે અધિકારી અંતોલી ગામે વળતરની રકમ આપવા પહોંચ્યા હતા. આ સમયે પરિવારજનો વિલાપ કરતા જોવા મળ્યા. દીપકના પિતા તેના દોઢ વર્ષના બાળકને લઈને ખોળામાં બેઠા હતા. અધિકારીઓએ કહ્યું કે આ દીકરાની છેલ્લી નિશાની છે. અમે નથી ઈચ્છતા કે તેની જેમ ગામ છોડીને તે પણ મજૂરી કરવા જાય. તેઓ વળતરનો ચેક લેવા પણ તૈયાર ન થયા. અધિકારીઓની સમજાવટ બાદ છેવટે ચેકનો સ્વીકાર કર્યો.
એકમાત્ર સંતાન હતો દીપક
મૃતક દીપકના પિતાએ કહ્યું કે આર્થિક તંગીના કારણે તે મહારાષ્ટ્ર ગયો હતો. તે વૃદ્ધાવસ્થાનો સહારો હતો, તેના લગ્ન 2018માં થયા હતા. હાલમાં અધિકારીઓ મદદ માટે આવી રહ્યા છે. પહેલાં તો કહેતા હતા 2 એકર જમીન છે, બીપીએલ કાર્ડ નહીં બને. જેના કારણે અમને રાશન મળતું નથી. રોજગાર હોત તો દીપક નોકરી કરવા ન જાત.
ગામમાં છવાયો છે સન્નાટો
અંતોલી ગામમાં ઘટનાના 3 દિવસ બાદ પણ સન્નાટો છે. અનેક ઘરમાં ખાવાનું પણ બન્યું નથી. પ્રશાસનના અધિકારીઓની સાથે સાથે સંબંધીઓ આવીને પરિવારની તાકત વધારી રહ્યા છે. મૃતદેહ અનેક ટુકડામાં વહેંચાઈ ગયા હતા માટે તેને ગામમાં જ દફનાવવામાં આવ્યા છે.
5-5 લાખનું વળતર
ઉલ્લેખનીય છે કે ઔરંગાબાદ ટ્રેન અકસ્માતમાં જીવ ગુમાવનારા મજૂરોને માટે શિવરાજ સરકારે 5-5 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. મજૂરોના અંતિમ સંસ્કારને માટે અધિકારીએ તેમના પરિવાર જનોને રવિવારે ચેક આપવા ગયા હતા. સાથે જ અન્ય પ્રદેશોમાં ફસાયેલા મજૂરોને લાવવાની કવાયત શરૂ કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.