બ્રેકિંગ ન્યુઝ
MayurN
Last Updated: 02:50 PM, 30 May 2022
ADVERTISEMENT
લાલ સિંહ ચઢ્ઢા'નું ટ્રેલર રિલીઝ
લાંબી રાહ જોયા પછી આમિર ખાનની આવનારી ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આમિર ખાને આઈપીએલ 2022ના ફાઇનલ મેચ દરમિયાન પોતાની આવનારી ફિલ્મનું ટ્રેલર લોન્ચ કર્યું હતું, જેના પર યૂઝર્સના રિએક્શન પણ આવવા લાગ્યા છે. 'લાલ સિંહ ચડ્ઢા'માં આમિર ખાન સરદારજી તરીકે જોવા મળે છે. 'દંગલ'માં હરિયાણવી બાદ હવે મિસ્ટર પરફેક્શનિસ્ટ પંજાબી બોલતા જોવા મળશે. ટ્રેલરમાં આમિર ખાન પોતાના પંજાબી અંદાજથી ફેન્સને ખુશ કરી ચૂક્યો છે. એક્ટરના ફેન્સ તેને પંજાબી બોલતા જોવા માટે વધુ ઉત્સુક બન્યા છે.
લાલ સિંહ ચઢ્ઢા એ સામાન્ય માણસની કહાની
આમિર ખાન ફિલ્મોમાં પોતાના પરફેક્શન માટે જાણીતા છે. ફિલ્મમાં ગમે તેટલો સમય લાગે પણ આમિર ખાન દરેક નાની-નાની વાતનું ધ્યાન રાખે છે. આમિર ખાનની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' એ સામાન્ય માણસની વાર્તા છે, જે સામાન્ય બેકગ્રાઉન્ડથી હોવા છતાં અસાધારણ કહાની આપે છે. આમિર ખાન પોતાના પરફેક્શન દ્વારા ચાહકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહ્યો છે.
ADVERTISEMENT
ફિલ્મમાં જબરદસ્ત ડાયલોગ્સ
લાલ સિંહ ચડ્ઢાના ટ્રેલરમાં ઘણા બધા જબરદસ્ત ડાયલોગ્સ છે, જે દર્શકોને જરૂર પ્રભાવિત કરશે. ટ્રેલરની શરૂઆત આમિર ખાનના દમદાર ડાયલોગથી થાય છે, જેમાં તે કહે છે- ‘जो भी होंदा है, वो हम करदे हैं या, या फिर हम हवा विच यूं ही उड़दे फिरदे हैं.' પછી શરૂ થાય છે 'લાલ'ની વાર્તા, જે વિવિધ રંગોથી ભરેલ છે, તેમાં સંઘર્ષ, પ્રેમ અને એકલતા બધું જ છે. પગથી નબળા લાલને તેની માતા કહે છે કે તું કોઈ કમજોર નથી. તે તેને પોતાનું કામ કરવા માટે પ્રેરિત કરે છે અને સાથે જ તેને જીવન જીવવાનો મંત્ર પણ આપે છે.
હોલિવૂડની ફિલ્મ ફોરેસ્ટ ગંપનું રિમેક
આમિર ખાનનું ફિલ્મમાં હોવાનો અર્થ એ છે કે પડદા પર કંઈક નવું જોવા મળશે. લાલ સિંઘ ચડ્ઢાની કથા હોલિવૂડની ફિલ્મ ફોરેસ્ટ ગંપનું હિન્દી રૃપાંતર છે. આમિર ખાનની સાથે કરીના કપૂર, મોના સિંહ અને નાગા ચૈતન્ય જેવા સ્ટાર્સ પણ જોવા મળશે. આમિર ખાનની 'લાલ સિંહ ચઢ્ઢા' 1994માં આવેલી આઈ ફોરેસ્ટ ગંપથી પ્રેરિત છે. ફોરેસ્ટ ગમ્પ એ 1968માં વિન્સ્ટન ગ્રૂમ પર આધારિત નવલકથાની ફિલ્મ હતી. આ ફિલ્મનું દિગ્દર્શન અદ્વૈત ચંદને કર્યું છે. એરિક રોથ અને અતુલ કુલકર્ણીએ સંયુક્ત રીતે તે લખ્યું છે.
લાલ સિંહ ચડ્ઢા ક્યારે રિલીઝ થશે?
આમિર ખાન, કરીના કપૂર ખાન 'લાલ સિંહ ચઢ્ઢા' સ્વતંત્રતા દિવસ પહેલા 11 ઓગસ્ટ, 2022 ના રોજ થિયેટરોમાં આવશે. આમિર ખાનના ફેન્સ આ ફિલ્મને લઈને ઘણા ઉત્સાહિત છે. આ ફિલ્મનું ટ્રેલર ફેન્સ વચ્ચે ફેલાઈ ચૂક્યું છે, હવે દર્શકો આ ફિલ્મ જોવા માટે આતુર છે. લાલ સિંહ ચડ્ઢાની વાર્તા 1968 થી 2018 સુધીની સફર કરતી જોવા મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.