29 ડિસેમ્બરથી TRAIનો નવો નિયમ, 100 ચેનલો જોવા માટે ચૂકવો માત્ર 130 રૂપિયા

By : juhiparikh 12:51 PM, 06 December 2018 | Updated : 12:51 PM, 06 December 2018
TRAIએ કેબલ અને બ્રોડકાસ્ટ ઇન્ડસ્ટ્રી માટે નવા નિયમો બનાવ્યા છે.આ નવા નિયમો 29 ડિસેમ્બરથી લાગૂ થઇ જશે. TRAIનું કહેવુ છે કે, હવે ગ્રાહકોને જેટલી ચેનલ જોવી હશે, એટલા જ રૂપિયા ચૂકવવાના રહેશે. નવા નિયમો લાગૂ થયા પછી કેબલ ઓપરેટર અને DTH કંપનીઓ 100 ફ્રી ટૂ એર ચેનલ માત્ર 130 રૂપિયા પ્રતિ મહિનામાં જોઇ શકશે. ગ્રાહકો 100 ચેનલ સિવાય કોઇ વધારે ચેનલ જોવા ઇચ્છે તો અલગથી રૂપિયા આપવાના રહેશે. ગ્રાહકોને આ રૂપિયા માત્ર  એ જ ચેનલો માટે આપવાના રહેશે જે ફ્રી નથી. 

ઇલેક્ટ્રોનિક યૂઝર ગાઇડની મદદથી નક્કી થશે દરેક ચેનલની કિંમત:
નવા નિયમો અનુસાર, ઇલેક્ટ્રોનિક યૂઝર ગાઇડમાં દરેક ચેનલનો ભાવ નક્કી હશે. TRAIના ચેરમેન અનુસાર, એક ટીવી ચેનલ સાથે થયેલી વાતચીતમાં કહ્યુ કે, ગ્રાહકો પર હવે કોઇ પેકેજ થોપવામાં નહી આવે. TRAIના આ પગલાથી કેબલ ઓપરેટર અને DTH કંપનીઓની મનમાની નહી ચાલે અને લોકો ઓછી કિંમતમાં પોતાની મનપસંદ ચેનલ જોઇ શકશે. 

ખારિજ થઇ સ્ટાર ઇન્ડિયની અરજી:
ઉલ્લેખનીય છે કે, TRAIએ આમ કરવા માટે 3 માર્ચ 2017ના જ ટેલિકોમ્યૂનિકેશન (બ્રોડકાસ્ટિંગ એન્ડ કેબલ) ઇન્ટરકનેક્શન રેગ્લૂયેશનને ડ્રાફ્ટ જારી કરી દીધો હતો. આ આદેશના વિરુદ્ઘ સ્ટાર ઇન્ડિયા અને વિજય ટીવી મદ્રાસ હાઇકોર્ટમાં ગયા હતા, હાઇકોર્ટે જ્યારે TRAIના પક્ષમાં નિર્ણય આપ્યો ત્યારે સ્ટાર ઇન્ડિયા સુપ્રીમ કોર્ટ સુધી ગયુ .ગત દિવસોમાં સુપ્રીમ કોર્ટે સ્ટાર ઇન્ડિયાની અરજીને ખારિજ કરીને TRAIના ડ્રાફ્ટ પર અમલ કરવાનો આદેશ આપ્યો છે.  Recent Story

Popular Story