બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / OTPનો નવો નિયમ, Jio, Airtel, Vi અને BSNL યુઝર્સનું મોટું ટેન્શન થશે દૂર

કામની વાત / OTPનો નવો નિયમ, Jio, Airtel, Vi અને BSNL યુઝર્સનું મોટું ટેન્શન થશે દૂર

Last Updated: 10:32 AM, 10 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

TRAI ના નિયમ અનુસાર 11 ડિસેમ્બર 2024 થી કોઈ પણ એવા મેસેજ એક્સપ્ટ નહીં કરવામાં આવે કે જેમાં ટેલીમાર્કેટર્સ દ્વારા નિર્ધારિત નંબર સીરિઝનો ઉપયોગ ન કરવામાં આવ્યો હોય. આ બદલાવથી મેસેજની ટ્રેસબિલિટી સારી થશે એન ફેક લિન્ક અને છેતરપિંડી વાળા મેસેજને ટ્રેક અને બ્લોક કરવા સરળ થશે.

હવેથી Jio, Airtel, Vi અને BSNL યુઝર્સનું મોટું ટેન્શન દૂર થશે. કરણ કે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા(TRAI) 11 ડિસેમ્બરે એક નવો નિયમ લાગુ કરવા જઈ રહી છે. હકીકતમાં TRAIએ તાજેતરમાં જ 'મેસેજ ટ્રેસીબીલીટી' નિયમ લાવવાની જાહેર કરી હતી, જે 11 ડિસેમ્બર 2024 થી લાગુ થશે.  

trai

અગાઉ કહેવામાં આવ્યું હતું કે આ નિયમ 1 ડિસેમ્બરથી લાગુ થશે પરંતુ તેની પહેલા જ TRAIએ એક પ્રેસ રીલીઝ જાહેર કરતા આની ડેડલાઇનને વધારી દીધી. આ નિયમ ખાસ સ્પામ અને અનઑથરાઇઝ્ડ મેસેજને રોકવા બનાવવામાં આવ્યો છે. તો ચાલો આના વિષે વિગતે માહિતી મેળવીએ  

શું છે આ નિયમ?

TRAI એ સ્પષ્ટ કહ્યું છે કે 11 ડિસેમ્બર 2024 થી કોઈ પણ એવા મેસેજ એક્સેપ્ટ નહીં કરવામાં આવે કે જેમાં ટેલીમાર્કેટર્સ દ્વારા નિર્ધારિત નંબર સીરિઝનો ઉપયોગ ન કરવામાં આવ્યો હોય. આ બદલાવથી મેસેજની ટ્રેસબિલિટી સારી થશે એન ફેક લિન્ક અને છેતરપિંડી વાળા મેસેજને ટ્રેક અને બ્લોક કરવા સરળ થશે.

trai

કેમ ટાળી ડેડલાઇન?

જોકે આ નિયમ પહેલા 1 ડિસેમ્બર 2024 થી લાગુ થવાનો હતો, પરંતુ તૈયારીઓની ખામીના કારણે હવે અને 11 ડિસેમ્બર સુધી ટાળવામાં આવ્યો છે. TRAIએ ટેલીમાર્કેટર્સ અને ઇન્સ્ટીટ્યુશનને જલ્દી પોતાની નંબર સીરિઝ અપડેટ કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે.

PROMOTIONAL 12

કેવી રીતે કામ કરશે આ નિયમ?

નવો નિયમ લાગુ થયા બાદ કોઈ માન્ય સિરીઝ વાળા મેસેજ ઓટોમેટીક રિજેક્ટ કરવામાં આવશે. બેંક, કંપની કે આણ્યું ટેલીમાર્કેટર્સ બનીને મોકલતા મેસેજ હવે અસફળ થશે. એટલું જ નહીં પણ આનાથી સ્પામ કોલ્સ અને છેતરપિંડી વાળા મેસેજના માધ્યમે થતી સાઇબર ઠગાઇને ઘટાડવામાં મદદ મળશે.

વધુ વાંચો: 'ધર્મના આધાર પર અનામત ન આપી શકાય' સુપ્રીમ કોર્ટે કારણ સાથે ટાંકી મોટી વાત

સાઇબર ઠગ ઘણી વાર ફેક લિન્ક અને મેસેજના માધ્યમે ભોળા લોકોને ટાર્ગેટ કરે છે તે પોતાને બેંકના અધિકારી કે ટેલિમાર્કેટર્સ જણાવીને પર્સનલ ડિટેલ્સ ચોરી કરવાનો પર્યટન કરે છે. એવામાં TRAI નો આ નિયમ આવા સ્કેમર્સને રોકવામાં મદદ કરશે. એટલું જ નહીં, આ નિયમ લાગુ થવાથી તમને કોઈ નકલી OTP પણ નહીં મળે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

OTP Rules fake call TRAI
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ