બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / TRAI is set to stop airtel and vodafone idea premium data plan

ટેલિકોમ / એરટેલ અને વોડાફોનના ગ્રાહકો માટે ખરાબ સમાચાર, કંપનીએ આ ડેટા પ્લાન થઈ જશે બંધ

Noor

Last Updated: 01:13 PM, 23 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ) ટેલિકોમ કંપનીઓના પ્રીમિયમ પ્લાન પ્રતિબંધિત કરવા જઈ રહી છે. ટ્રાઈએ ટેલિકોમ કંપનીઓના પ્રીમિયમ પ્લાન અંગે સલાહ લીધી હતી. ગુરૂવારે ટેલિકોમ કંપનીઓને જવાબ આપવાની છેલ્લી તારીખ હતી, જોકે ટ્રાઈ કંપનીઓની દલીલો સાથે સહમત નથી. તમને જણાવી દઈએ કે, એરટેલે વધુ સ્પીડ ડેટા અને પ્રાયોરિટી સર્વિસિઝ માટે પ્લેટિનમ સર્વિસ લોન્ચ કરી હતી. જ્યારે વોડાફોનએ પણ રેડએક્સના નામે સમાન સેવા શરૂ કરી હતી.

  • વોડાફોન અને એરટેલના ગ્રાહકોને ઝટકો
  • કંપનીએ આ ડેટા પ્લાન કર્યા બંધ
  • ટ્રાઈ ટેલિકોમ કંપનીઓના પ્રીમિયમ પ્લાન પ્રતિબંધિત કરવા જઈ રહી છે 

પરંતુ ટ્રાઈએ આ બંને ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સની આ સ્કીમો પર સવાલો ઉઠાવતા કહ્યું હતું કે, જે લોકો પાસે આ સ્કીમ નથી, તેમની સર્વિસ પર અસર પડી શકે છે. ટ્રાઈએ ઈમરજન્સી અંગે પ્રાથમિકતા કેવી રીતે નક્કી કરવામાં આવશે, તે અંગે કંપનીઓને સવાલ કર્યા હતા. ટ્રાઈનું કહેવું છે કે, કંપનીઓ પ્રીમિયમ પ્લાનમાં ડેટા સ્પીડની ગેરંટી આપી શકતી નથી.

ટ્રાઈએ કહ્યું હતું કે, વોડાફોન આઈડિયા અને એરટેલ બંનેએ ખાતરી કરવી જોઈએ કે પ્રીમિયમ સેવાના ગ્રાહકોના હિત સુરક્ષિત રહે. ટ્રાઇએ એક સપ્તાહમાં બંને કંપનીનો જવાબ માંગ્યો હતો.

ટ્રાઇએ કંપનીઓ સાથે કંસલ્ટેશન પૂર્ણ કરી લીધા છે. કંપનીઓએ 20 ઓગસ્ટ સુધીમાં ટ્રાઈને જવાબ આપવાનો હતો. કંપનીઓ નિયત તારીખે ટ્રાઈને ડેટા ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ ગઈ છે. કંપનીએ ટ્રાઈના સવાલોના જવાબ આપ્યા નથી. ટ્રાઇએ કંપનીઓ પાસેથી 20થી વધુ સવાલો પૂછ્યા હતા. ટ્રાઈએ વોડા-આઈડિયાના રેડએક્સ પ્રીમિયમ પ્લાન અને એરટેલના પ્રીમિયમ પ્લાન પર સવાલો ઉઠાવ્યા હતા. તમને જણાવી દઈએ કે, આના પર TDSATએ કંપનીઓથી કંસલ્ટેશન કરવા માટે સૂચના આપી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Airtel Data Plan TRAI Vodafone Idea telecom
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ