ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ભારતી એરટેલના પ્લેટિનમ અને વોડાફોન-આઇડિયાના રેડએક્સ પ્રીમિયમ પ્લાનને બ્લોક કરી દીધા છે. કેમ કે તેમને શંકા છે કે તેનાથી અન્ય ગ્રાહકોના હકોને નુકશાન પહોંચશે. જેને પગલે ટ્રાઈએ આ બન્ને ઓપરેટરોને આ પ્લાન પાછા ખેંચવા કહી દીધુ છે.
આ બન્ને ઓપરેટરોને આ પ્લાન પાછા ખેંચવા કહી દીધુ છે
ટ્રાઈએ એરટેલ કંપનીને પત્ર લખી 7 દિવસમાં જવાબ માંગ્યો છે
ટ્રાઈએ પુછ્યું સામાન્ય ગ્રાહકોના હિતોનું રક્ષણ કેવી રીતે કરી રહ્યા છે?
ટ્રાઈએ એરટેલના પ્લેટિનમ અને વોડાફોન-આઇડિયાના રેડએક્સ પ્રીમિયમ પ્લાનને બ્લોક કરી દીધા છે. જેમાં તેના યુઝર્સને વધારે સ્પીડ આપવાનો દાવો કરવામાં આવ્યો હતો. ત્યારે સવાલ ઉઠ્યા હતા કે શું બાકીના ગ્રાહકોની સેવામાં ઘટાડો કરીને આ પ્રેફરન્શિયલ નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું છે. સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (ટ્રાઈ)એ આ બન્ને ઓપરેટરોને આ પ્લાન પાછા ખેંચવા કહી દીધુ છે.
ટ્રાઇએ આ વિશે બંને ઓપરેટર્સ એરટેલ અને વોડાફોન આઇડિયાને પત્ર લખ્યો છે અને તેમને તેમના પ્લાન અંગે સવાલો કરવામાં આવ્યા છે. જેમાં કેટલાક યુઝર્સને વધારે સ્પીડ આપવાની વાત કરાઈ છે. નિયામકે પૂછ્યું છે કે શું આ યુઝર્સને સ્પીડ અન્ય યુઝર્સની સેવામાં ઘટાડો કરવાની કિંમત પર આપવામાં આવી રહી છે. ટ્રાઇએ ઓપરેટર્સને પૂછ્યું છે કે તેઓ અન્ય સામાન્ય ગ્રાહકોના હિતોનું રક્ષણ કેવી રીતે કરી રહ્યા છે? ઉલ્લેખનીય છે કે ટ્રાઇને જવાબ આપવા માટે એરટેલને સાત દિવસનો સમય આપ્યો છે.
આ અંગે વોડાફોન આઈડિયાના પ્રવક્તાને જણાવ્યું હતું કે, "વોડાફોન રેડએક્સ પ્લાન અમારાએ મહત્વના ગ્રાહકો માટે છે. જે ગ્રાહકોને અનલિમિટેડ ડેટા, કોલ, પ્રીમિયમ સામગ્રી, આંતરરાષ્ટ્રીય રોમિંગ પેક સહિતના અનેક ફાયદા ઈચ્છે છે."