Team VTV10:45 AM, 14 Jan 21
| Updated: 11:18 AM, 14 Jan 21
વડોદરામાં ઉત્તરાયણનો તહેવાર એક પરિવાર માટે શોકનો માહોલ લઈને આવનારો સાબિત થયો છે, બહેનના ઘરે જતા એક 19 વર્ષીય યુવાનનું દોરીથી ગળું કપાઈ જતા મોત નીપજ્યું હતું, જેને લઈને પરિવારમાં શોકનો માહોલ છે.
ઉત્તરાયણના દિવસે વડોદરાના યુવાનનો ભોગ લેવાયો
નંદેસરી ઓવરબ્રિજની ઘટના
19 વર્ષીય યુવાનનું ગળું કપાએ જતા મોત
મહત્વનું છે કે ઉત્તરાયણના દિવસે આજે લોકો પતંગ ચગાવીને તહેવારને ઉજવતા હોય છે, પરંતુ આ ઉજવણીમાં ઘણા પતંગની દોરીથી ઘણા લોકોના ગળા કપાઈ જવાથી મોત થતા હોય છે આજે વડોદરામાં પણ એક એવી જ ગમગીન ઘટના બની છે, પોતાની બહેનને મળવા જઈ રહેલા ભાઈનું દોરીથી ગળું કપાઈ જતા મોટ નીપજ્યું હતું, માહિતી મુજબ મૃતક યુવાનનું નામ દીપક રબારી છે.
વડોદરામાં ઉત્તરાયણનો તહેવાર એક પરિવાર માટે શોકનો માહોલ લઈને આવનારો સાબિત થયો છે, બહેનના ઘરે જતા એક 19 વર્ષીય યુવાનનું દોરીથી ગળું કપાઈ જતા મોત નીપજ્યું હતું, જેને લઈને પરિવારમાં શોકનો માહોલ છે.
પરિવારમાં શોકનો માહોલ
આ યુવાન તેની બહેનના ઘરે મળવા માટે બાઇક લઈને જઈ રહ્યો હતો ત્યારે નંદેસરી ઓવરબ્રિજ પાસે પતંગની દોરી તેના ગળાના ભાગે આવી ગઈ હતી જેના લીધે ટેનમું ગળું કપાઈ જતાં યુવાનનું મોત થયું હતું.
વડોદરામાં નંદેસરી ઓવરબ્રિજ પાસેની આ ઘટના છે, એક યુવાન તેની બહેનને મળવા જઈ રહ્યો હતો અને નંદેસરી ઓવરબ્રિજ પાસે પતંગની દોરીથી તેનું ગળું કપાઈ જતા મરણ થયું હતું, આમ ઉત્તરાયણનો આ તહેવાર વડોદરાના આ પરિવાર માટે દુઃખદ પુરવાર થયો છે.