બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tragic death of husband and wife in bathroom on holi This problem in gas geyser caused tragedy

સાવધાન / ધૂળેટીના દિવસે જ બાથરૂમમાં પતિ-પત્નીનું કરૂણ મૃત્યુ: ગેસ ગીઝરમાં આ સમસ્યા હોવાના કારણે થઈ દુર્ઘટના, તમે પણ ચેતજો

Arohi

Last Updated: 12:29 PM, 9 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાઝિયાબાદમાં બુધવારે એક દુઃખદ ઘટના થઈ હતી. ગાઝિયાબાદના મુરાદનગરમાં એક દંપત્તીનું બાથરૂમમાં મોત થયું છે. બાથરૂમમાં ગેસ ગીઝર લગાવેલું હતું તેનાથી ગેસ લિક થવાના કારણે બન્ને બેભાન થઈ ગયા જ્યાર બાદ તેનું મોત થયું.

  • ગોઝિયાબાદથી સામે આવી ચોંકાવનારી ઘટના 
  • ગેસ ગીઝરના કારણે પતિ-પત્નીનું મોત 
  • ગેસ લિક થવાના કારણે થયું મોત 

ગાઝિયાબાદના મુરાદનગરના અગ્રસેન વિહારમાં બુધવારે એક ઘરના બાથરૂમમાં લાગેલા ગીઝરમાંથી ગેસ લિક થયો. જેના લપેટામાં આવીને પતિ-પત્નીનું મોત થયું છે. તેમના મોતની સુચના તેમના બાળકોએ આપી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. 

બોળી રમ્યા બાદ નહાવા જતા થઈ દુર્ઘટના 
પોલીસે જણાવ્યું કે હોળી રમ્યા બાગ દિપક અને તેમની પત્ની શિલ્પી પોતાના ઘરના બીજા માળ પર નહાવા માટે બાથરૂમમાં ગયા હતા. 

તેમણે જણાવ્યું કે દંપત્તિએ ગીઝર ચાલુ કર્યું પરંતુ તે સમયે ગેસ લિક પર ધ્યાન ન આપ્યું અને તેના કારણે તે બેભાન થઈ ગયા. 

બાળકોએ કરી જાણ
જ્યારે ઘણા સમય સુધી તેઓ બાથરૂમમાંથી બહાર ન આવ્યા તો તેમના બાળકોએ બાથરૂમનો દરવાજો ખોલાવ્યો. બાથરૂમમાં બન્ને બેભાન મળ્યા. 

દંપત્તિને તરત ગાઝિયાબાદના એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. મુરાદાબાદના પોલીસ અધિકારી સતીશ કુમારે જણાવ્યું કે મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. 

ગેસ ગીઝરમાં આટલી વાતોનું રાખો ખાસ ધ્યાન 

  • જો તમે ગેસ ગીઝર લગાવ્યું છે તો ગેસ સિલિન્ડર અને ગીઝર બંનેને બાથરૂમની બહાર રાખો. પાઇપલાઈનથી બાથરૂમમાં પાણી લાવી શકાય છે.
  • બાથરૂમનો દરવાજો બંધ કરતા પહેલા ડોલમાં ગરમ ​​પાણી ભરી લેવું વધુ સારું રહેશે.
  • ગીઝર બંધ કર્યા પછી જ સ્નાન કરો.
  • ખાતરી કરો કે બાથરૂમમાં ક્રોસ વેન્ટિલેશન છે.
  • જો કોઈ વ્યક્તિ સ્નાન કર્યા પછી બહાર આવે છે, તો સ્નાન કર્યા પછી તરત જ બાથરૂમમાં ન જાવ. થોડીવાર માટે દરવાજો ખુલ્લો રહેવા દો.
  • એક પછી એક સતત ઘણા લોકોના નહાવાથી બાથરૂમમાં કાર્બન મોનોક્સાઇડ જમા થવાની સંભાવના વધી જાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Death Gas Geyser Holi Tragic deaths bathroom ગેસ ગિઝર ધૂળેટી મોત gas geyser
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ