બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tragic death of 6 passengers drowning in bus river

કરૂણાંતિકા / મેઘાલય: બસ નદીમાં ખાબકતા 6 મુસાફરોના કરૂણ મોત, 16 હોસ્પિટલમાં સારવાર હેઠળ

Ronak

Last Updated: 11:52 AM, 30 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેઘાલયમાં 21 મુસાફરો સાથે બસ નદીમાં ખાબકી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો. જેમા 6 મુસાફરોના કરૂણ મોત થયા છે. જ્યારે 16 મુસાફરો ગંભીર રીતે ધાયલ છતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

  • મેઘાલયમાં મુસાફરો સાથે બસ નદીમાં ખબકી 
  • ઘટનામાં 6 મુસાફરોના કરૂણમોત 
  • 16 લોકો ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ 

મેઘાલયમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમા તૂરા થી શિલોન્ગ જઈ રહેલી બસ રિંગડી નદીમાં પડી ગઈ. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 6 યાત્રીઓના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. ઘાયલોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અને બીજા જે પણ યાત્રીઓ ફસાયેલા છે તેમને પણ બચાવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે.

6 મુસાફરોના અકસ્માતમાં મોત 

આ અકસ્માતમાં પોલીસે અત્યાર સુધીમાં 5 લોકોના મોતનુ પુષ્ટી કરી છે. જોકે સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે. ઘાયલ મુસાફરોને વિલિયમનગર અને તૂરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 

2 મૃતદેહો હજુ બસમાં ફસાયેલા 

સ્થાનિક મીડિયાના કહેવા પ્રમાણે ચાર મૃતદેહોને નદીમાંથી નિકાળવામાં આવ્યા છે. જ્યારે બે મૃતદેહો હજુ પણ બસમાં ફસાયેલા છે. પોલીસના કહેવા પ્રમાણે અત્યાર સુધીમ કુલ 16 ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત નોન્ગશ્રામ પુલ થયો જે ગારો હિલ્સ અને વેસ્ટ ખાસી હિલ્સની સીમા પર આવેલ છે. 

બસમાં 21 મુસાફરો સવારી કરી રહ્યા હતા. 

પોલીસના જણાવ્યા અનુસાર બસમાં 21 યાત્રીઓ મુસાફરી કરી રહ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ તેમજ ઈમરજન્સી ટીમ તાત્કાલીક સ્થળે પહોચ્યા હતા. સમગ્ર મામલે પોલીસે એવું કહ્યું કે 2 લોકો હજું પણ ગાયબ છે. જેમને શોધવામાં આવી રહ્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

6 death 6ના મોત Meghalay accident અકસ્માત મેઘાલય Accident
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ