બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / Tragic accident in Kondagam, Chhattisgarh

છત્તીસગઢ / કરૂણાંતિકા: ગમખ્વાર અકસ્માતમાં એકજ પરિવારના 9 સભ્યોના કરૂણ મોત, 8 જણા હોસ્પિટલમાં સારવાર હેઠળ

Ronak

Last Updated: 07:58 PM, 19 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છત્તીસગઠના કોંડાગામમાં રીક્ષા અને સ્કોર્પિયો કાર ધડાકાભેર અથડાતા ભયંકર અકસ્માત સર્જાયો . જે અકસ્માતમાં 9 લોકોનું કરૂણ મોત થયું છે જ્યારે 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

  • છત્તીસગઢના કોંડાગામમાં ગમખ્યાવર અકસ્માત 
  • સ્કોર્પિયો અને રિક્ષા ધડાકાભેર અથડાતા સર્જાયો અકસ્માત 
  • અકસ્માતમાં 9 લોકના કરૂણ મોત 

છત્તીસગઢના કોંડાગામ જિલ્લામાં ભયંકર અકસ્માત સર્જાયો છે. ભયંકર એટલા માટે કારણકે આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. સ્કોર્પિયો કાર અને રિક્ષા વચ્ચે આ અકસ્માત સર્જાયો જે અકસ્માતમાં 8ના મોત થયા છે જ્યારે 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતનો ભોગ બનનારા લોકો એકજ પરિવારના સભ્યો હોવાનું સામે આવ્યું છે.  

સ્કોર્પિયોએ ટક્કર મારી 

પરિવારજનો રિક્ષામાં પરત બેસીને આવી રહ્યા હતા તે સમયે ઝારખંડથી જગદલપુર જતી એક સ્કોર્પિયો કારે તેમને ટક્કર મારી. બંને વાહનો ધડાકાભેર એકબીજા સાથે અથડાતા વાહનોના કૂચેકૂચા થઈ ગયા. અકસ્માતમાં ઘટના સ્થળેજ અમુક લોકોના મોત થયા હતા. જેથી સ્થાનિકોએ આ મામલે તુરંત પોલીસને જાણ કરી 

16 લોકો રિક્ષામાં સવાર 

આ અકસ્માત કોંડાગામ જિલ્લાના બોરગામ પાસે થયો છે. મહિલા અને બાળકો સહિત રિક્ષામાં 16 લોકો સવાર હતા. જેઓ આઠગામથી ગોડમા જઈ રહ્યા હતા. સ્થાનિકોનું કહેવું છે મૃતકોમાં બાળકો અને મહિલાઓ પણ શામેલ છે. જ્યારે ઘાયલોને તુરંત ફરસગામ પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં ભર્તી કરવામાં આવ્યા છે. 

પોલીસને જોઈ રિક્ષા ચાલકે ટર્ન લીધો અને થયો અકસ્માત 

સમગ્ર મામલે એવી માહિતી સામે આવી છે. કે ઓવરલોડ થયેલી રિક્ષાએ જ્યારે પોલીસને જોઈ ત્યારે રીક્ષા વાળી લીધી જેથી તે રોડની વચ્ચે આવી ત્યારે ફુલ સ્પીડમાં આવતી સ્પોર્પિયો તેને ધડાકાભેર અથડાઈ. સ્થાનિકોએ આ મામલે તુરંત પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી. પરંતું અકસ્માત એટલો ગંભીર હતો કે 9 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે હજુ પણ 8 લોકો ગંભીર રીતે ઘાયલ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ