બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / ટોરોન્ટો એરપોર્ટ પર દુર્ઘટના, લેન્ડિંગ કરતી વખતે સ્કિડ થઈને વિમાન પલટ્યું, 19 મુસાફરો ઈજાગ્રસ્ત
Last Updated: 07:35 AM, 18 February 2025
પિયર્સન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર થયેલ આ અકસ્માતમાં 19 લોકો ઘાયલ થયા છે, જેમાંથી ત્રણની હાલત ગંભીર છે. એરપોર્ટે સોશિયલ મીડિયા પર પુષ્ટિ કરી હતી કે મિનિયાપોલિસથી આવતી ડેલ્ટા ફ્લાઇટ સાથે ઘટના બની હતી અને 76 મુસાફરો અને ચાર ક્રૂ સભ્યો ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું કે આ ઘટનામાં (કેનેડા ડેલ્ટા એરલાઇન્સ પ્લેન ક્રેશ ) આઠ લોકો ઘાયલ થયા છે . ઘાયલોમાંથી એકની હાલત ગંભીર જણાવવામાં આવી હતી, જ્યારે અન્ય સાત લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી.
ADVERTISEMENT
Here pic.twitter.com/3tAwjYGuVZ
— Bir Acayip Adam (@Tr19192) February 17, 2025
મિનિયાપોલિસથી આવેલી આ ફ્લાઇટમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ન્યૂઝ સાથે વાત કરનારા સૂત્રોના જણાવ્યા અનુસાર ક્રેશના કારણો જેમાં વિમાન પલટી ગયું અને આગ લાગવાનું કારણ શામેલ છે, તેની હજુ પણ તપાસ ચાલી રહી છે. ક્રેશ લેન્ડિંગ બાદ, ટોરોન્ટો પિયર્સન ઇન્ટરનેશનલ એરપોર્ટે જણાવ્યું હતું કે ઘટના પછી તાત્કાલિક બચાવ કામગીરી માટે કટોકટી ટીમો દોડી ગઈ હતી.
ADVERTISEMENT
Footage captures a passenger exiting the Delta Airlines plane that crashed and overturned earlier today in Toronto... 👀#flying #delta #toronto #crash #jet #flipped #DeltaAirlines #CRJ #RegionalJet #canada pic.twitter.com/iClPrYVbS1
— Mrgunsngear (@Mrgunsngear) February 17, 2025
વધુ વાંચો: ગાંધીનગરના જૂના સચિવાલયમાં લાગી આગ, ફાયર ટીમ દોડતી થઇ ગઇ, કારણ
તમામ સુરક્ષિત
ટ્વિટર પર એક પોસ્ટ શેર કરતા એરલાઇને લખ્યું ટોરોન્ટો પીયર્સનને મિનિયાપોલિસથી આવી રહેલી ડેલ્ટા એરલાઇન્સની ફ્લાઇટના લેન્ડિંગ દરમિયાન થયેલી ઘટનાની જાણ છે. ઇમરજન્સી ટીમો મદદ કરી રહી છે. બધા મુસાફરો અને ક્રૂને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.