Sunday, August 18, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

લો બોલો / અમદાવાદની એવી જગ્યા જ્યાં ટ્રાફિક પોલીસને કારણે ટ્રાફિક જામ થાય છે

અમદાવાદની એવી જગ્યા જ્યાં ટ્રાફિક પોલીસને કારણે ટ્રાફિક જામ થાય છે

અમદાવાદ શહેરનો ટ્રાફિક એટલે તોબા. છેલ્લાં કેટલાક વર્ષોમાં અહીં ટ્રાફિકની સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. એક વર્ષ પહેલાં હાઈકોર્ટે શહેર પોલીસ કમિશનરને આ મામલે કોર્ટમાં હાજરી આપવા મજબુર કરીને ફટકાર લગાવી હતી. એ પછી થોડાં સમય પુરતી ટ્રાફિક જામ અને પાર્કિંગની સમસ્યા નિયંત્રણમાં આવેલી, પણ ફરી પાછી સ્થિતિ ઠેરની ઠેર છે.

જો કે નવાઈ લાગે તેવી વાત એ છે કે શહેરનાં પશ્ચિમ વિસ્તારમાં આવેલાં શીલજ અને ભાડજ સર્કલ પર છેલ્લાં એક મહિનાથી દરરોજ પિક અવરમાં ભારે ટ્રાફિક જામ થાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ટ્રાફિક જામ પોલીસની હાજરીને કારણે થાય છે. જી હા, માન્યામાં ન આવે એવી આ વાત ખરેખર સત્ય છે. 

ઉલ્લેખનીય છે કે, આ રોડ પર દરરોજ પસાર થતાં લોકોનું કહેવું છે કે આ બંને સર્કલ પર ટ્રાફિક પોલીસની હાજરી નહોતી ત્યારે ચક્કાજામની સ્થિતિ સર્જાતી નહોતી. પણ હવે સાંજનાં સમયે ટ્રાફિક પોલીસ આયોજન વિના ટ્રાફિકને રોકી રાખે છે. જેનાં કારણે આ બંને સર્કલ પર લાંબો ટ્રાફિક જામ થઈ જાય છે. 

ક્યારેક તો બે- અઢી કિ.મી. લાંબી લાઈનો લાગી જાય છે. અણઘડ આયોજનને કારણે કોઈ એક તરફથી આવતાં વાહનોને વધારે સમય મળે છે, જેનાં કારણે બીજી તરફે લાંબી લાઈનો લાગી જાય છે. પણ ટ્રાફિક પોલીસને તેની કશી પરવા હોતી નથી. 

પરિણામે દરરોજ આ રોડ પરથી પસાર થતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. હવે તો લોકો મજાકમાં કહે છે કે, ટ્રાફિક પોલીસની હાજરીને કારણે જ્યાં ચક્કાજામ થતો હોય તેવો કદાચ આ શહેરનો પહેલો પોઈન્ટ હશે.
 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ