ટ્રાફિકનિયમ ભંગ પડશે મોંઘો, 21 રૂપિયા ટેક્સ સાથે ભરવો પડશે દંડ, જાણો શા માટે...

By : vishal 08:38 PM, 07 December 2018 | Updated : 08:38 PM, 07 December 2018
અમદાવાદમાં દિનપ્રતિદિન વધતા ટ્રાફિકભંગના કિસ્સા સામે તંત્ર સતેજ બન્યું છે. ટ્રાફિકનો ઈરાદાપૂર્વક ભંગ કરનારા કે બેદકારીથી સિગ્નલ તોડનારાને ડિજિટલ  સિસ્ટમ દ્વારા મેમો મળી રહ્યો છે, પરંતુ આ આ ઈ-ચલણે એક નવી મુશ્કેલી ઊભી કરી છે. કેમ કે,પોલીસ સ્ટેશનમાં ઈ-મેમોમાં કોઈ પણ ચાર્જ વસુલવામાં આવતો નથી. જ્યારે બેંક દ્વારા ચાર્જ વસુલવામાં આવે છે. ત્યારે બેંક ક્યાં પ્રકરનો ચાર્જ વસુલે છે.

ટ્રાફિક વિભાગ દ્વારા ટ્રાફિક નિયમનનું સુચારુ અમલીકરણ થાય તેવા હેતુ સાથે નગરજનો પાસેથી દંડ વસૂલવામાં આવે છે. આ માટે ટ્રાફિક નિયમભંગના કિસ્સામાં ચાર રસ્તા પર લગાવેલા કેમેરામાં કેદ થતાં કિસ્સામાં  ઈ-ચલણ મારફત દંડ વસુલવામાં આવે છે.

ટ્રાફિક નિયમન ભંગ કરીને ઈ-ચલણ  ભરતા નાગરિકોની સંખ્યા વધારે છે. ઈ-ચલણ મારફત મળેલા દંડ ભરવા પોલીસ સ્ટેશનમાં સુવિધા ઉપલબ્ધ છે, પરંતુ કોઈ ટેકનિકલ ખામી કે કનેક્ટિવિટીના ધાંધિયાના કારણે કેટલાક પોલીસ સ્ટેશને ઝડપથી ઈ-ચણલ એક્સેપ્ટ થતું નથી.

આથી નાગરિકોને બેંકમાં ઈ-ચલણ ભરવાની ફરજ પડે છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને ઈ ચલણ વસુલવાની સત્તા આપવામાં આવી છે. જેના કારણે બેંકની વિવિધ શાખામાં દરરોજ 20 જેટલા નાગરિકોને ઈ-ચલણ ભરવા ધસારો રહે છે પરંતુ બેંક બેંક સર્વિસ ટેક્ષ અને GST સાથે ઈમેમોની વસુલાત કરે છે. જે ગ્રાહકોને થોડું આંચકાજનક લાગે છે. કેમ કે, દંડ ભરતા તૈયાર નાગરિકો પાસેથી જીએસટી અને સર્વિસ ટેક્સની વસલાત જાણે પડયા પર પાટુ જેવી લાગે છે. 

ટ્રાફિક નિયમ ભંગ બદલ મળતા ઈ-મેમો બેંકમાં વસૂલવામાં પણ વિસંગતા જોવા મળ્યાની નાગરિકો ફરિયાદ કરી રહ્યા છે. કેમ કે, SBI સોલા શાખા સર્વિસ ટેક્ષ અને GST સાથે 22 રૂપિયા તો કેટલીક અન્ય SBI શાખા સર્વિસ ટેક્ષ અને GST સાથે 21 રૂપિયા વસૂલે છે.

બેંક સર્વિસ ટેક્ષ વસુલે છે, પરંતુ બેંક કોઈ પણ પ્રકારની રિસિપ્ટ આપતી નથી. ફક્ત જે ઈ-મેમો મળ્યો હોય તે પાવતીમાં જ બેંક નાણા વસૂલી હાથથી વિગત લખી આપે છે. ત્યારે કેટલાક કિસ્સામાં બેંકમાં મેમો ભર્યા છતાં એ જ તારીખનો મેમો ફરી વાર મળ્યાની નાગરિકો ફરિયાદ કરી રહ્યા છે.  

જો કે ટ્રાફિક નિયમભંગનો મળતો ઈ-મેમો પોલીસ સ્ટેશનમાં કોઈ પણ પ્રકારના ચાર્જ વિના સ્વીકારવામાં આવે છે. જ્યારે આ જ મેમો બેંકમાં 21 રૂપિયાના વધારાના ચાર્જ સાથે વસુલવામાં આવે છે.

પોલીસ સ્ટેશનમાં ઈ-મેમો વસુલવામાં ન આવતાં નાગરિકોને બેંકમાં 20 રૂપિયા વધારે આપવાની ફરજ પડે છે. તો શું એવું ન બની શકે કે, પોલીસ સ્ટેશનમાં જ એવી વ્યવસ્થા ગોઠવાય કે, ગ્રાહકોએ બેંકોમાં ખોટખાવા જવાની જરૂર ન પડે!  Recent Story

Popular Story