બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / traffic rules if you give bike car key to minors child you will fine 25000 or jail

તમારા કામનું / તમારા બાળકને બાઇક-કારની ચાવી આપતા પહેલા 10 વાર વિચારજો, થઈ શકે છે હજ્જારોનો દંડ અને જેલ

MayurN

Last Updated: 01:44 PM, 30 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં ટ્રાફિકના કડક નિયમો છે, તેમાં ઘણા નિયમો એવા પણ છે જેમાં વાહન ચલાવનાર નહી પરંતુ તેમના માતા પિતાને દંડ થઇ શકે છે અથવા તો જેલની સજા પણ થઇ શકે છે.

  • 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો વાહન ચલાવી ન શકે
  • બાળકો વાહન ચાલવતા પકડાઈ તો દંડ માતા-પિતા પર લાગી શકે
  • માતા-પિતાને 25000રૂ. નો દંડ અને 3 વર્ષ સુધીની જેલ થઇ શકે છે

કોઇપણ દેશમાં વાહન ચલાવવા માટે થોડા નિયમો હોય છે, જે લોકો વાહન ચલાવે છે તેને આ નિયમોની જાણકારી હોવી જોઈએ. જો આ નિયમ ભંગ કરવામાં આવે તો તેના માટે દંડની પણ જોગવાઈઓ કરવામાં આવી હોય છે. ભારતમાં ટ્રાફિક માટે પણ ઘણા કડક નિયમો છે. ભારતમાં વાહન ચલાવવાની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ છે. 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે વાહન ચલાવવું ગેરકાયદેસર છે. પરંતુ ઘણીવાર જોવામાં આવે છે કે 18 વર્ષથી નાની ઉંમરના બાળકો પણ આજકાલ રસ્તાઓ પર વાહન ચલાવે છે. માતા-પિતા પણ બાળકોને આ કરવાની છૂટ આપે છે, પરંતુ તેના લીધે તેઓ બાળકોના જીવ જોખમમાં મૂકે છે. જો તમે 18 વર્ષથી ઓછી ઉંમરના તમારા બાળકોને પણ વાહન ચલાવવાની મંજૂરી આપો છો, તો તમને ભારે દંડ સાથે જેલની સજા પણ થઈ શકે છે.

બાળકોને વાહન ન આપો
જો તમારું બાળક 18 વર્ષથી ઓછી ઉંમરનું છે અને તે બાઇક અથવા કારની ચાવી માંગે છે, તો તેમની માંગને ક્યારેય પૂરી કરશો નહીં. જો કોઈ બાળક દ્વારા અકસ્માત થાય છે, તો તમે વાહનના વીમા માટે ક્લેમ પણ કરી શકશો નહીં કારણ કે ડ્રાઇવિંગ કરતા સગીરોને કોઈ વીમા પોલિસી સેવાઓ લાગુ પડતી નથી. તેથી તમે તમારા વાહનના વીમાનો કોઈ લાભ મેળવી શકશો નહીં.

25,000 સુધીનો દંડ
સગીરના ડ્રાઇવિંગને લઈને ઘણા કડક નિયમો છે. જો કોઈ બાળક ડ્રાઇવિંગ કરતા પકડાય છે, તો તેના માતાપિતા સામે સીધી કાર્યવાહી થઈ શકે છે. બાળકના માતા-પિતાને 25 હજાર રૂપિયા સુધીનો દંડ અને 3 વર્ષ સુધીની જેલની સજા પણ થઈ શકે છે. જેથી માતાપિતાએ સાવચેત રહેવું જોઈએ કે તેઓ તેમના બાળકને વાહન ચલાવવા ન આપે.

અન્ય કડક નિયમો
તમને જણાવી દઈએ કે દારૂ પીને ગાડી ચલાવવા પર દસ હજાર રૂપિયાનો ભારે દંડનો નિયમ છે. આ સાથે જ ઓવરલોડિંગ પર 20 હજાર દંડની જોગવાઈ છે. જો તમે સીટ બેલ્ટ નહીં પહેરો તો તમને એક હજાર રૂપિયાનો દંડ થશે. હેલ્મેટ ન પહેરવા પર 1000નો દંડ પણ લાગશે અને ત્રણ મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ કરી શકાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ