traffic rules for wrong side driving 5000 fine on breaking rules
નવો નિયમ /
હવે ભૂલથી પણ રોંગ સાઇડમાં વાહન ચલાવતા નહીં! એટલો મોટો મેમો ફાટશે કે ખિસ્સા ખાલી થઈ જશે
Team VTV03:36 PM, 23 Dec 21
| Updated: 03:59 PM, 23 Dec 21
આપણે રોજ કોઈને કોઈ ટ્રાફિકના નિયમનો ભંગ કરી જ દઈએ છીએ પણ આપણી પોતાની સેફટી માટે અને આપણા પૈસા બચત માટે ટ્રાફિકના નવા મોટર વ્હીકલ એક્ટ 2019ના નિયમો જાણી લેવા જરૂરી છે.
ગુજરાતમાં રોંગ સાઈડ ડ્રાઇવિંગ માટે 1500 થી 4000 દંડ
દિલ્હી પોલીસની જેમ ગુજરાતમાં પણ થઈ શકે છે કાર્યવાહી
અમદાવાદ જેવા મેગા સિટીમાં લોકો સમય બચાવવા માટે કે ઉતાવળના કારણે અવારનવાર ટ્રાફિકનાં નિયમોનો ભંગ કરતાં હોય છે. જો તમેપણ આવું કરતાં હોવ અને ક્યારેક ખોટી રીતે કટ મારી યુ ટર્ન લઈ લેતા હોવ કે રોંગ સાઈડ વાહન ચલાવતા હોવ તો આ માહિતી તમને કામ લાગશે.
જો તમે સમય બચાવવા માટે શોર્ટકટના કારણે રોડની રોંગ સાઈડ પર વાહન ચલાવી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. આવું કરવું તમારા માટે ઘણું મોંઘું પડશે. રોંગ સાઈડ પર ચાલવામાં જોખમ તો છે જ, સાથે જ આમ કરવાથી મસમોટો દંડ પણ થશે.
ટ્રાફિક પોલીસ કડક રહેશે
તમને જણાવી દઈએ કે નવા મોટર વ્હીકલ એક્ટ 2019ના નિયમો અનુસાર, જો કોઈ ડ્રાઈવર રોંગ સાઈડથી ડ્રાઇવ કરે છે, તો તેને 5000 રૂપિયાનો ફાઇન ભરવો પડશે. ગુજરાતમાં આ માટે 1500 થી 4000 રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે.
લાગશે 4000 નો દંડ
જો આ નિયમનો ભંગ કરવામાં આવે તો તમારી પાસેથી ટ્રાફિક પોલીસ 5000 રૂપિયાનો દંડ વસૂલી શકે છે. ગુજરાતમાં આઅ દંડ 1500 રૂપિયા ટુ વ્હીલર માટે અને 3000 થી 4000 રૂપિયા મોટા વાહનો માટે લાગુ પડે છે. અને એક નાનકડી ભૂલ તમને આટલી મોંઘી પડી શકે છે. આટલું જ નહીં તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ પણ જપ્ત થઈ શકે છે.
યુ ટર્ન લીધા બાદ પણ કાર્યવાહી
ઘણા લોકો ગેરકાયદેસર રીતે કટ મારી યુ ટર્ન લે છે. ટ્રાફિક પોલીસ વચ્ચે વચ્ચે આવી ઝુંબેશ ચલાવતી રહે છે. આ સિવાય રસ્તા પર લાગેલા સાઈન બોર્ડની મદદથી પણ લોકોને તેના વિશે જણાવવામાં આવે છે. હવે દિલ્હી ટ્રાફિક પોલીસ આ અંગે કડક કાર્યવાહી કરવા માટે તૈયાર છે. ગેરકાયદેસર કટ મુકીને મુસાફરી કરતા આવા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે.
દિલ્હીમાં લેવાય છે પગલાં, ગુજરાતમાં પણ થઈ શકે છે શરૂ
દિલ્હી ટ્રાફિક પોલીસે આ બેદરકારી બદલ ડ્રાઈવરો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. આ માટે દિલ્હી ટ્રાફિક પોલીસે એવી જગ્યાઓને માર્ક કરીને પોલીસકર્મીઓને તૈનાત કર્યા છે, જ્યાં લોકો રોંગ સાઈડ પર વધુ ચાલે છે.
દિલ્હી પોલીસનું કહેવું છે કે ડ્રાઈવરો સમય બચાવવા માટે અને અને ઉતાવળના કારણે વન-વે (રોંગ સાઈડ) રોડનો ઉપયોગ કરે છે.
જેના કારણે માર્ગ અકસ્માતની સંભાવના છે. આવા સંજોગોમાં ટ્રાફિક પોલીસે આવા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.