અમદાવાદમાં અકસ્માતનું પ્રમાણ ઘટાડવા ટ્રાફિક પોલીસે ઝુંબેશ ચલાવી છે. રોંગ સાઇડ પર આવતા વાહનોના કારણે અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે આવા વાહનચાલકોને પકડવા માટે અમદાવાદના 128 સ્થળો પર પોલીસની ટીમ તૈનાત કરી દેવાઇ છે. જે રોંગ સાઇડ પર આવતાં વાહનચાલકોને પકડી અને દંડ કરશે. ત્યારે આ દરમિયાન રોંગ સાઇડમાંથી આવતાં પોલીસ કર્મચારીને પણ દંડ કરવામાં આવ્યો હતો. પોલીસની આ ઝુંબેશ 30 સપ્ટેમ્બર સુધી ચાલશે.