Team VTV04:42 PM, 08 Nov 19
| Updated: 06:57 PM, 08 Nov 19
રાજ્યમાં નવા ટ્રાફિક નિયમોની કડક પણે અમલવારી શરૂ થઈ ગઈ છે. ત્યારે સુરતમાં પણ આ મામલે જરાય પાછળ નથી. સૂરતમાંથી ટ્રાફિક પોલીસે રૂા. 84.28 લાખનો દંડ વસૂલ્યો છે. વાહન ચાલકોએ ફરજિયાત પણ આ મામલે અમલ કરવો જરૂરી બને છે.
સુરતમાં નવા મોટર વ્હીકલ એકટનો અમલ
કાર ચાલકો પર 2,990 કેસ કરવામાં આવ્યા
505 કેસમાં પોલીસે 2.68 લાખનો દંડ વસૂલ્યો
ગુજરાતમાં રાજ્યભરમાં ટ્રાફિક નિયમોનું પાલન ચુસ્ત બન્યો છે ત્યારે સુરતમાં પણ કડકપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરવવામાં આવી રહ્યુ છે.
સુરતમાં નવા મોટર વ્હીકલ એકટનો અમલ
શહેરમાં કુલ 20,528 કેસ નોંધાયા છે. ટ્રાફિક પોલીસે રૂ, 84.28 લાખનો દંડ વસૂલ કર્યો છે.
દ્વીચક્રી વાહનો પાસેથી વસૂલાયો સૌથી વધુ દંડ
ટુ વ્હીલર વાહનોમાં પોલીસે 16,967 રશીદ બનાવી છે અને કુલ રૂ.65.51 લાખના દંડ વસૂલ્યો છે.
ઓટો રીક્ષા અને ટેમ્પોમાં પોલીસે 505 કેસ કર્યા
505 કેસમાં પોલીસે 2.68 લાખનો દંડ વસૂલ્યો
કાર ચાલકો સામે
કાર ચાલકો પર 2,990 કેસ કરવામાં આવ્યા છે જેને પગલે કાર ચાલકો પાસેથી રૂ.15.43 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે.
અન્ય વાહનો સામે કુલ 66 કેસ નોંધાયા
ટુ વ્હીલર અને કાર સિવાયના વાહનો પર પણ 66 જેટલા કેસ નોંધાયા છે. રૂ.66 હજારના દંડની પોલીસે વસૂલાત કરી છે.