પહેલ / આ રાજ્યમાં ટ્રાફિક પોલીસ-ફિલ્ડ કર્મચારીઓને એસી હેલ્મેટ અપાશે

Traffic cops in Chhattisgarh to get air conditioned helmets

છત્તીસગઢ પોલીસે રાજ્યમાં કાળઝાળ ગરમીમાં કામ કરતી ટ્રાફિક પોલીસ અને અન્ય કર્મચારીઓને સ્વદેશી રીતે તૈયાર કરવામાં આવેલ એરકન્ડિશન્ડ (એસી) હેલ્મેટ  આપવાનો નિર્ણય કર્યો છે. છત્તીસગઢના ડાયરેકટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી) ડી.એમ.અવસ્થીએ આ અંગે જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે અમે એક પાઇલટ પ્રોજેકટ હેઠળ એસી હેલ્મેટનો પ્રયોગ કરીશું. એસી હેલ્મેટ ૧૦,૦૦૦ જેટલા પોલીસ કર્મીઓને ભીષણ ગરમીમાં રાહત આપશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ