અનોખી પરંપરા: અહીંયા છોકરીઓના પહેલા પીરિડ્સ પર મનાવાય છે જશ્ન

By : krupamehta 12:00 PM, 12 March 2018 | Updated : 12:00 PM, 12 March 2018
દુનિયામાં અલગ-અલગ રંગ, જાતિ, ધર્મ અને સમુદાયના લોકો રહે છે. આ દરેક લોકોની સંસ્કૃતિ, માન્યતઓ અને પરંપરાઓ પણ અલગ અલગ જ છે. આજે પણ લોકો આવી પરંપરાઓને નિભાવતા આવ્યા છે, જેની પર વિશ્વાસ કરવો પણ મુશ્કેલ છે. આજે અમે તમને મહિલાઓથી જોડાયેલી એક એવી અજીબોગરીબ પરંપરા માટે કહેવા જઇ રહ્યા છીએ. જેને જાણીને તમે પણ હેરાન થઇ જશો. 

પીરિયડ્સ એક નેચરલ પ્રોસેસ છે, જેનાથી દરેક સ્ત્રીને મહિનામાં બે થી સાત દિવસના સમયમાં પસાર થવું પડે છે. પરંતુ આ દેશમાં કોઇ પણ છોકરીના પહેલા પીરિયડ્સ પર જશ્ન મનાવવામાં આવે છે. અસમના બોગાંઇ જિલ્લાની સોલમારી ગામમાં પહેલી વખત છોકરીના પીરિયડ્સ આવવા પર લોકો નાચે છે અને ગીતો ગાય છે. વર્ષોથી ચાલતી આવતી આ પ્રથાને લોકો આજે પણ માને છે અને એને પૂરા રિત રીવાજની સાથે નિભાવે છે. 

આટલું જ નહીં પહેલી વખત પીરિયડ્સ આવવા પર જશ્ન મનાવવા સાથે સાથે એ છોકરીના કેળાના ઝાડ સાથે લગ્ન પણ કરવામાં આવે છે. આ પરંપરાને અહીંયાના લોકો તોલિની લગ્ન પણ કહે છે. લગ્ન કરાવ્યા બાદ એ છોકરીને એવા રૂમમાં બંધ કરવામાં આવે છે, જ્યાં સૂરજના કિરણો પણ પહોંચી ના શકે. પરંપરા અનુસાર એ છોકરીને લગ્ન બાદ ખાવામાં માત્ર દૂધ અને ફળ આપવામાં આવે છે. એ દરમિયાન એ છોકરી જમીન પર સૂવે છે અને એ કોઇનો ચહેરો પણ જોઇ શકે નહીં. Recent Story

Popular Story