સુરતના સલાબતપુરા સત્તરકોટડી, મહાલક્ષ્મી માતાના મંદિર નજીક સુરેશચંદ્ર મોહનલાલ ઘંટીવાલા (ઉ.વ.5૮) કાપડ-લુમ્સના વેપાર સાથે સંકળાયેલા છે. આ ઘટના અંગે મૃતકના દીકરાએ મરોલી પોલીસ મથકમાં ઘટનાની જાણ કરતા પોલીસે તેની નોંધ લઈ તપાસ હાથ ધરી છે. સુરેશચંદ્રએ આ બંગલો ૮ વર્ષ પહેલાં જ લીધો હતો.
સુરતના વેપારી સુરેશચંદ્ર ઘંટીવાલા ઘરે કોઈને કહ્યા વગર દીપલા સ્થિત બંગલે આવી ગયા હતા. આ બાબતે તેણે તેના દીકરા શિવને વોટ્સએપ પર મેસેજ કરીને તેઓ ‘ઊભરાટ મરીનવિલા બંગલામાં છું’ મેસેજ કરી જાણ કરી હતી. શિવે પછી કામમાં વ્યસ્ત થતાં સાંજે ઘરે પરત પહોંચ્યા. એ વખતે પિતા ઘરે હાજર ન જણાતા ફોન કર્યો હતો પરંતુ કોઈ જવાબ ન આવતાં તેમણે સુપરવાઇઝરને ફોન કરી તેઓ ફોન ઉપાડતાં ન હોવાથી જાણ કરવા કહ્યું હતું. એ વખતે સુપરવાઇઝર પ્રવીણભાઈ તેમના બંગલે જઈ તપાસ કરતા તેઓ ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા. એ પછી સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.
૧પમી એપ્રિલે સાંજે પ-૩૦ વાગ્યે સુરેશચંદ્ર ઘંટીવાલા એકલા આવ્યા હતા. એમનો બંગલો નં. એ-૧૯માં ગયા હતા. બાદમાં અમે અમારું કામ કરતા હતા, એ સમયે સાંજે ૮-૧પ વાગ્યે એમનો દીકરો શિવ સુરેશચંદ્ર ઘંટીવાલાનો ફોન આવ્યો હતો એમણે જણાવ્યું હતું મારા પપ્પા ફોન નથી ઉપાડતા, તમે જઈ એમને ફોન પર અમારી સાથે વાત કરાવો. અમે બંગલા પાસે પહોંચ્યા ત્યારે બંગલાની લોખંડની જાળી અને દરવાજો પણ અધખુલો હતો. અંદર જોયું તો સુરેશચંદ્ર ફાંસો ખાધેલી હાલતમાં લટકી રહ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી. સુરેશચંદ્રનો પુત્ર પણ આવી પહોંચ્યો હતો.