બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / સરકારી અધિકારીની આંખો ઓળે ગઈ! બિસ્કીટ કંપની માટે અશ્લિલ નામ મંજૂર રાખ્યું, ભાન થતાં પલટી
Last Updated: 10:52 PM, 18 March 2025
સરકારી અધિકારીની 'આંખો ઓળે ગઈ' તેવો એક ઘાટ જોવા મળ્યો છે. દિલ્હીની ટ્રેડ માર્ક્સ રજિસ્ટ્રીએ એક મોટો ભાંગરો વાટતાં બિસ્કિટ કંપની માટે 'ચુતિયારામ' નામ મંજૂર રાખ્યું હતું. કંપનીએ તેની ચીજવસ્તુઓ માટે ચુતિયારામ નામે નામ નોંધાવ્યું હતું અને શરુઆતમાં આ અશ્લિલ નામને મંજૂરી પણ પણ મળી ગઈ હતી.
ADVERTISEMENT
Trade Marks Registry does u-turn on 'CHUTIYARAM' mark, says it was accepted by mistake
— Bar and Bench (@barandbench) March 18, 2025
report by @thyagarajan_law https://t.co/YTUdapaxWM
ભૂલનું ભાન થતાં મંજૂરી પાછી ખેંચી
ADVERTISEMENT
ટ્રેડ માર્ક્સ રજિસ્ટ્રીએ પહેલા તો આ નામને પરમિશન આપી હતી પરંતુ ભૂલનું ભાન થતાં તેણે મંજૂરી પાછી ખેંચી હતી અને પછી મોડે મોડે ખબર પડતાં તેણે તાબડતોબ એક્શન લઈન તેનું રજિસ્ટ્રેશન રદ કરી નાખ્યું હતું.
સરકારી ઓફિસરની ભૂલ ક્યાં થઈ
જ્યારે આ ટ્રેડમાર્ક પહેલીવાર સ્વીકારવામાં આવ્યો, ત્યારે પરીક્ષકે તેને બે અલગ અલગ શબ્દો 'છુટી' અને 'રામ'નું સંયોજન માન્યું. તેમણે દલીલ કરી હતી કે આ શબ્દ એક અલગ ઓળખ બનાવે છે અને અન્ય ટ્રેડમાર્કથી અલગ છે. વધુમાં, તે કોઈ ચોક્કસ ઉત્પાદનનો સીધો ઉલ્લેખ કરતું ન હતું, તેથી કલમ 9(1) હેઠળ કોઈ વાંધો ઉઠાવવામાં આવ્યો ન હતો. જોકે, નિષ્ણાતો માનતા હતા કે આ શબ્દની કલમ 9(2)(c) હેઠળ તપાસ થવી જોઈતી હતી. આ કલમ એવા ટ્રેડમાર્ક્સને પ્રતિબંધિત કરે છે જે કોઈપણ રીતે અશ્લીલ, અપમાનજનક અથવા જાહેર નૈતિકતાની વિરુદ્ધ હોય. આ જ કારણ હતું કે પાછળથી તેને વાંધાજનક ગણવામાં આવ્યું અને તેની મંજૂરી પાછી ખેંચી લેવામાં આવી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
NCERT books Controversy / એવું તે શું થયું કે NCERTના પુસ્તકો પર છંછેડાયો વિવાદનો મધપૂડો? જાણો વિગત
Priyankka Triveddi
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.