ટ્રેડ સરપ્લસ / ભારત 18 વર્ષમાં પહેલી વખત આયાત-નિકાસને લઇને ટ્રેડ સરપ્લસની સ્થિતિમાં

Trade balance turns surplus after 18 yrs import export

દેશમાં વસ્તુની આયાત અને નિકાસની વાત કરીએ તો  છેલ્લા 4 મહિનાથી નિકાસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. દેશમાં જૂનમાં નિકાસમાં 12.51 ટકાનો ઘટાડો થયો છે. મુખ્ય નિકાસ થતી વસ્તુની વાત કરીએ તો પેટ્રોલિયમ, કપડા, એન્જિનિયરિંગ સામાન, રત્ન આભૂષણની નિકાસ ઘટી છે.  આયાતની વાત કરીએ તો આયાતમાં  47.41 ટકાનો ઘટાડો થતાં 18 વર્ષમાં પહેલી વખત ટ્રેડ સરપ્લસની સ્થિતિમાં આવ્યો છે. ઉદ્યોગ વાણિજ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ કોવિડ-19ના કારણે વૈશ્વિક ડિમાન્ડ ઘટતાં જૂનનાં નિકાસમાં 12.51 ટકાનો ઘટાડો થયો છે. નિકાસ 21.91 અરબ ડોલર થઇ ગઇ છે. જ્યારે આયાત  47.59 ટકા ધટીને 21.11 અરબ ડોલર રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ