બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / જોજો Google Mapsના ભરોસે ન રહેતા, ટુરિસ્ટને એવો રસ્તો દેખાડ્યો કે ગાડી સીધી પાણીમાં ડૂબી

લો બોલો! / જોજો Google Mapsના ભરોસે ન રહેતા, ટુરિસ્ટને એવો રસ્તો દેખાડ્યો કે ગાડી સીધી પાણીમાં ડૂબી

Last Updated: 07:04 PM, 25 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક ટ્રાવેલર ગ્રુપ, ગૂગલ મેપ્સનો ઉપયોગ કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે નીકળ્યા પરંતુ દક્ષિણ કેરળના કુરુપંથરા નજીક તેમની ગાડી ઊંડા પાણીમાં ચાલી ગઈ હતી.

જ્યારે પણ આપણે અજાણ્યા માર્ગો પર જઈએ છીએ, ત્યારે ચોક્કસપણે ગૂગલ મેપની મદદ લઈએ છીએ. વધુ પડતાં સમયે તો આ મેપ આપણને સાચી દિશામાં લઈ જાય છે પણ ક્યારેક એવું બને છે કે તે ખોટી દિશામાં લઈ જાય અને લોકો કોઈક બીજા જ રસ્તામાં પહોંચી જાય છે.

google-maps_0

હાલ કેરળના પ્રવાસી જૂથ સાથે કંઈક એવું બન્યું કે તેઓ આ ઘટનાને જીવનભર ભૂલી શકશે નહીં. હૈદરાબાદનું એક ટ્રાવેલર ગ્રુપ, ગૂગલ મેપ્સનો ઉપયોગ કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે નીકળ્યા પરંતુ દક્ષિણ કેરળ જિલ્લાના કુરુપંથરા નજીક તેમની ગાડી ઊંડા પાણીમાં ચાલી ગઈ હતા. પોલીસે શનિવારે આ વિશે જણાવતા કહ્યું હતું કે પ્રવાસીઓને બચાવી લેવામાં આવ્યા છે પરંતુ તેમનું વાહન પાણીમાં ડૂબી ગયું છે.

maps

મળતી માહિતી મુજબ આ ઘટના શુક્રવારે મોડી રાત્રે બની હતી જ્યારે એક મહિલા સહિત ચાર લોકોનું ટોળું અલપ્પુઝા તરફ જઈ રહ્યું હતું. તેમણે જણાવ્યું કે તેઓ જે રસ્તા પર મુસાફરી કરી રહ્યા હતા ત્યાં ભારે વરસાદને કારણે પાણી એકઠું થઈ ગયું હતું અને તેઓ આ વિસ્તારથી અજાણ્યા હતા. તેઓ ગૂગલ મેપ્સનો ઉપયોગ કરીને મુસાફરી કરતાં રહ્યા વખતે અચાનક આ લોકો એમના વાહન સાથે ઊંડા પાણીમાં જતા રહ્યા હતા.

વધુ વાંચો: હવામાન વિભાગે કરી રાહતની આગાહી, બે દિવસ બાદ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો

અગાઉ પણ અકસ્માત થયો હતો

કેરળમાં આ પ્રકારની આ પહેલી ઘટના નથી. ગયા વર્ષે ઓક્ટોબરમાં કાર અકસ્માતમાં બે યુવાન ડોક્ટરોના મોત થયા હતા. મુસાફરી દરમિયાન ગૂગલ મેપ્સનો ઉપયોગ કરવાને કારણે કાર કથિત રીતે નદીમાં પડી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Google Maps Kerala News Google Maps Wrong Way
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ