બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:24 PM, 6 July 2025
ડાંગ જિલ્લાના કોષમાળ ગામે ભેગું ધોધમાં પાણીનો પ્રવાહ વધતા પ્રવાસીઓ અટવાયા હતા. ધોધના પાણીનો આનંદ માણવા ગયેલા પ્રવાસીઓ ભયમાં મુકાયા હતા.. પ્રવાસીઓ એકબીજાનો હાથ પકડી બહાર નીકળતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. મહત્વનું છે કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ધોધ નજીક જવા પર પ્રતિબંધ છે.
ADVERTISEMENT
ડાંગમાં ભેગું ધોધ પર સહેલાણીઓ અટવાયા, વચ્ચે ગયા અને પાણીનો પ્રવાહ વધ્યો, જવા પર પ્રતિબંધ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 6, 2025
((ડાંગમાં ભેગું ધોધનો આનંદ માણવા ગયેલા સહેલાણીઓ ફસાયા, એકબીજાનો હાથ પકડીને મહામહેનતે બહાર આવ્યા સહેલાણીઓ, જિલ્લા વહીવટી તંત્ર તરફથી ધોધ નજીક જવા પર મુકાયો છે પ્રતિબંધ))#dang #bhegudhodh… pic.twitter.com/uOvNcFmDgw
વોટરફોલની મુલાકાત લો તો આટલું અવશ્ય ધ્યાન રાખજો
ADVERTISEMENT
-ધોધ સ્થળ પર ચેતવણીનું જે બોર્ડ માર્યું હોય તેને અવગણવી ન જોઇએ, ચોક્કસ જગ્યાએથી આગળ ન જવા માટે કે ચોક્કસ પ્રવૃતિ ન કરવા માટે ચેતવણી મારેલી હોય ત્યારે તેને અનુસરવી જોઇએ, તેને ન અનુસરવાનું પરિણામ જિંદગી ગુમાવીને ચૂકવવું પડી શકે છે.
-ધોધ સ્થળ પર સ્વભાવિક રીતે જ પથ્થરો પર પાણી હોવાથી લપસવાની શક્યતા વધારે રહે છે આવા સંજોગોમાં અહીં સેલ્ફી લેવાનું ટાળવું જોઇએ
ADVERTISEMENT
-ધોધ સ્થળ પર મોબાઇલમાં વ્યસ્ત રહેવાનું પણ ભારે પડી શકે છે, મોબાઇલમાં તલ્લીન થઇ જવાથી ક્યારેક પરિસ્થિતિનો ખ્યાલ નથી આવતો અને દુર્ઘટના ઘટી શકે છે
-ધોધ સ્થળ પર પાણીનો પ્રવાહ જયાં એકદમ વધારે હોય તે જગ્યાએથી દુર રહેવું જોઇએ
ADVERTISEMENT
આ પણ વાંચોઃ Gujarat માં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ, જ્યાં જુઓ ત્યા ખાડા અને ખાડામાં પાણી
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.