બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:04 PM, 16 July 2024
UPના ફતેહપુર સીકરીમાં પ્રસિદ્ધ બુલંદ દરવાજા પરિસરમાં બિરયાની બનાવવાનો મામલો સામે આવ્યો છે. જેના બાદ પરિસરની સિક્યોરિટીને લઈને સવાલ ઉભા થઈ રહ્યા છે. ત્યાં જ બિરયાની બનાવવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
જેમાં બુલંદ દરવાજા પરિસરમાં ગેસ સિલિન્ડર લગાવીને ચુલ્હા પર બિરયાની રાંધી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેના બાદ પુરાતત્વ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓમાં હડકંપ મચી ગયો. બે દરકારીના પગેલ પુરાતત્વ વિભાગની સુરક્ષા એકમોના બે જવાનોને ડ્યુટી પરથી હટાવી દેવામાં આવ્યા છે.
ADVERTISEMENT
મોટી સંખ્યામાં હતા પ્રવાસીઓ
રવિવારના કારણે ફતેહપુર સીકરીના સ્મારકોને જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચ્યા હતા. બુલંદ દરવાજા પરિસરમાં ગેસ સિલિન્ડર સળગાવીને ચુલ્હા પર ભોજન બનાવીને પિરસવામાં આવી રહ્યું હતું. તેનો કોઈએ બપોરે વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. તેનાથી પુરાતત્વ વિભાગમાં હડકંપ મચી ગયો.
#Watch: फतेहपुर सीकरी के बुलंद दरवाजा परिसर के बरामदे में सैलानियों द्वारा गैस सिलेंडर पर बिरयानी पकाने का मामला सामने आया है। जिसका वीडियो सोशल मीडिया पर वायरल है। लापरवाही सामने आने के बाद आनन-फानन में पुरातत्व विभाग के दो जवानों को ड्यूटी से हटा दिया गया है।#fatehpursikri… pic.twitter.com/Tbv5OkPySh
— Hindustan (@Live_Hindustan) July 16, 2024
વધુ વાંચો: હાર્દિક પંડ્યા શ્રીલંકા સામે વનડે સિરીઝ નહીં રમે? રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
વાયરલ વીડિયોને જોતા પુરાતત્વ વિભાગે સંરક્ષક સહાયક દિલીપ સિંહે ડ્યુટીમાં બેદરકારી કરવા બદલ બે જવાનોને હટાવતા તેમના પર કડક કાર્યવાહી કરવા અધિકારીઓને રિપોર્ટ મોકલ્યો છે. જણાવી દઈએ કે સ્મારક પરિસરની અંદર ભોજન રાંધવાનો પ્રતિબંધ છે. સ્ટોવ, વાસણ અને સિલિન્ડર જેવી વસ્તુઓ અંદર લઈ જવામાં નથી આવતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.